Gujarat

સુરતમાં ડમ્પર બાઈકને અડફેટે લઈ ચાલકને 40 ફૂટ ઘસડી ! યુવક નુ મોત થતાં પરીવાર નુ રોડ પર જ હૌયાફાટ રુદન

સુરતમાં ડમ્પર બાઈકને અડફેટે લઈ ચાલકને 40 ફૂટ ઘસડી ! યુવક નુ મોત થતાં પરીવાર નુ રોડ પર જ હૌયાફાટ રુદન.હાલમાં જ એક દુઃખ ઘટના બની છે, જેના લીધે એક યુવકનું ખૂબ જ કરુણદાયક નિધન થયું છે, આ પરિવારનું હૈયાફાટ રુદન જોઈને સૌ કોઈની આંખમાં આંસુઓ આવી ગયા હતા.ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે. અમે આપને આ ઘટના વિશે વિગતવાર માહિતી આપીએ તો સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે.  સુરતના ડિંડોલી વિસ્તારમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરની અડફેટે આવતાં બાઈક ચાલક રોડ પર પટકાયા બાદ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

જ્યારે આ ઘટનાની જાણ પરિવાર ને થતા સૌ કોઈની ઘટના સ્થળે પોહચી ગયા હતા. લોકોએ રોષ વ્યક્ત કરતાં મૃતક પાસે જ ન્યાયની માગ સાથે બેસી ગયાં હતાં. લોકોનો રોષ જોઈને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકોને સમજાવવાથી લઈને વધુ તપાસ હાથ ધરી હતી. સ્થાનિકોએ કહ્યું કે, 40 ફૂટ સુધી બાઈક ચાલકને ડમ્પર ઘસડી ગયું હતુંખરેખર આ ઘટનામાં  ટ્રક ચાલક બાઇક ચાલકને 40 ફૂટ સુધી ઘસડી જતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.મૃતદેહ ન લેવા દેવાતા લોકોને સમજાવવા પોલીસ દોડી આવી હતી.

પોલીસને આ ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી અને પરિવારજનોને સમજાવટ કરી હતી. મૃતક રમેશ મહાજન હોવાનું અને ડિંડોલી રૂક્ષ્મણી સોસાયટીમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું. પરિવારના સ્વજનના મોતને લઈ રસ્તા પર બેસી વિરોધ કરાયો હતો. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ખરેખર આ ઘટના ખૂબ જ દયનિય છે. વિચાર કરો કે, જેની સાથે આ દુઃખ ઘટના બની એ જોઈને કોઈની પણ આંખમાં આંસુઓ આવી ગયા હશે.

પરિવાર જનોએ રસ્તા પર જ પોતાના પુત્ર ને જોઈને હૈયાફાટ રુદન કર્યું હતું.ખરેખર આ ઘટના ની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે આવીને પરિવારને સંભાળેલ અને સમગ્ર ઘટનાની તપાસ કરી હતી. આવા રોડ અક્સ્માત અનેકવાર બનતા હોય છે, આ વાત આપણે સૌ કોઈ જાણીએ છે કે, અવારનવાર આપણને  આવી દુઃખ ઘટના જાણવા મળતી હોય છે. આ ઘટનામાં જે યુવક નું મુત્યુ થયું તેમની આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના તેમજ પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!