Gujarat

સુરત : હ્દય કંપાવી દે તેવા અક્સમાત મા બે લોકોના મોત નિપજ્યા ! રેતી ભરેલા ડમ્પરે બન્ને ને કચડી નાખ્યા

આજકાલ દર બે દિવસે એકસીડન્ટની ઘટનાના સમાચાર આપણને જાણવા મળે છે, અથવા તો આપણે ફોનમાં પણ એક્સિડન્ટના સમાચાર વાંચતા હોઈએ છીએ. તેવો જ એક કિસ્સો સુરતના દેવધ ગામ નજીક બન્યો હતો. જેમાં ખૂબ જ ગમખ્વાર અકસ્માત થયો હતો, તેમાં ખૂબ જ બેફામ ઝડપે દોડતા એક ડમ્પરે બે યુવાનને કચડી નાખ્યા હતા. અને તે ખૂબ જ ગમખ્વાર અકસ્માત થયો હતો તેના કારણે જ બંને યુવાનોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા પરંતુ વાત અહીં પૂરી થતી નથી જીવ ગુમાવનાર બંને મૃતદેહ ત્યાં જ ઘટનાસ્થળે જ ઘણા સમય સુધી પડી રહ્યા હતા. આમ બે પોલીસ વચ્ચે હદ આવે છે અને તે પગના કારણે જ પોલીસ વચ્ચે વિવાદ થયો હતો તેના કારણે મૃતદેહો ત્યાં જ પડી રહ્યા હતા.

આ સમગ્ર ઘટનામાં દેવધ ગામ પાસે બંને યુવકના અકસ્માતમાં મોત થઇ જતા જ સુરતમાં ખૂબ જ શોક ફેલાઈ ગયું છે બંને યુવાનના પરિવારના લોકો આ સમાચાર સાંભળીને ખૂબ જ શોકમાં મુકાઈ ગયા છે. અને તેમના પરિવારના જનોને ખૂબ જ આઘાત લાગ્યો છે આ બેફામ ગતિએ દોડતા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી આ પરિવારજનો એ માંગ કરી છે.

સમગ્ર માહિતી તેની વાત કરીએ તો સુરતમાં દેવધ ગામ પાસે એક બિલાવલ છે અને ત્યાંથી બાઈક લઈને જઈ રહેલ શિવા ચાંડક (28) અને અનિરુદ્ધ શર્મા (27)ને એક ડમ્પર ચાલક પૂરજોશમાં ગાડી ચલાવીને આવતો હતો અને તેને આ બંને યુવકોને કચડી નાખ્યા હતા. આ બંને યુવકો પલસાણા ખાતે આવેલ એક મિલમાં માર્કેટિંગ નું કામ કરતા હતા અને બંને પોતાનું સમગ્ર કામ આટોપીને સોમવારે સાંજે સ્કૂટર ઉપર પોતાના ઘરે જતા હતા તે જ સમયે આ ઘટના બની હતી.

જે ડમ્પર હતું તે આખું રેતી થી ભરેલું હતું અને શિવા તથા અનિરુદ્ધ દેવધ ગામ પાસેથી રસ્તો ઓળંગી ને બીજી બાજુ જઈ રહ્યા હતા તે સમયે પૂરઝડપે આવતું આ ડમ્પર બન્ને યુવકોના સ્કૂટર ઉપર થી ચડી ગયું હતું, અને બંને યુવકોને ત્યાં જ કચડી નાખ્યા હતા. આ બંને યુવકોને સ્કૂટર ડમ્પરના આગળના આંકડામાં ફસાઈ ગયું હતું તેથી બંને યુવકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું અને આમ ડમ્પર ચાલક તે બંનેને દૂર સુધી ઘસડી ને પણ લઈ ગયો હતો.

આ સમગ્ર બનાવ બન્યો ત્યારબાદ ત્યાં રહેતા આજુબાજુના લોકોએ તેમના પરિવારજનોને તથા પોલીસને જાણ કરી હતી આમ પોલીસ મથકના લોકો તેમની હદને લઈને વિવાદમાં મૂકાઇ ગયા હતા અંતે ગોડાદરા પોલીસની હોવાની વાત જાણતા જ આ સમગ્ર ગુનો નોંધ્યો હતો, અને તેની આગળ તપાસ હાથ ધરી હતી પોલીસ કાર્યવાહી કરે ત્યાં સુધી ત્રણ કલાક જેટલો સમય ગાળો થઈ ગયો હતો તેમ તે બન્ને મૃતદેહો ત્રણ કલાક સુધી ત્યાં જ પડી રહ્યા હતા.

આ બંને યુવકોને જે ડમ્પરે અકસ્માત કર્યો હતો તેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ19Y 4936 છે અને અકસ્માતનો ભોગ બનેલ સ્કુટરનો રજીસ્ટ્રેશન નંબર GJ05SR 6129 છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!