Gujarat

પિતા નીજર સામે જ માસુમ બાળક તાપી નદી મા પડી ગયો ! પિતા બસ એક અફસોસ કરી…

દિવાળી નુ વેકેશન ચાલુ થતા જ લોકો ફરવા નીકળી પડ્યા છે ત્યારે ઘણી વાર લાપરવાહી ને કારણે કોઈ દુર્ઘટના પણ ઘટતી હોય છે ત્યારે સુરત મા એક પિતાની નાની એવી ભુલ કારણે પોતે પોતાના ના દિકરા ને ગુમાવી દિધો છે. રવિવારે બનેલી એક ઘટના એક માસુમ બાળક નુ તાપી નદી મા ડુબી જવાથી થી કરુણ મોત નિપજ્યું હતુ.

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગત રવિવારે સઇદ શેખ માસુમ પુત્ર જાકિરને લઈ મક્કાઈ પૂલ પર ફરવા ગયા હતા. બાળકે જીદ કરતા પિતા એ બાળક ને બ્રીજ પર બેસાડ્યો હતો. જયાર બાદ બાળક નુ બેલેન્સ બગડતા બાળક તાપી નથી મા ગરકાવ થય ગયો હતો. અને આ ઘટના ની જાણ થતા ફાયર બ્રિગેડ નો કાફલો ઘટના સ્થળે પહોચી હતો અને બચાવ કામગીરી કરી હતી.

બાળકનો મૃતદેહ આજે 48 કાલાંક બાદ મધરાત્રે શીતલ ચાર રસ્તા પાસેની નદી કિનારેથી મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી. જાકીર ના પિતા સઈદ શેખે પોલીસ ને જણાવ્યું હતુ કે જાકીર ત્રણ સંતાનો માથી એક છે અને ધોરણ પાંચ મા અભ્યાસ કરતો હતો. રવિવારના રોજ ફરવાની જીદ કરતા મક્કાઇપૂલ ઉપર આવ્યાં હતાં અને આ ઘટના બની હતી.

ઘટના મા બાળક ની જીદ કે પછી એક પિતા ની લાપરવાહી ગણવી ! ઘટનામા પિતાની નજર સામે જ આટલી ઉંચાઈ એ બાળક પડ્યો હતો અને બુમા બુમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. અને બચાવ ટીમ ને બોલાવી હતી. જાકિરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ લવાયો હોવાનું મૃતકના પિતાએ વધુમાં જણાવ્યું હતું. હાલ રાંદેર પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!