Gujarat

સુરત: માતા પિતાઓ માટે ચેતવણીરુપ કીસ્સો ! પતંગ ચગાવતી વખતે માસુમ બાળક પાંચમા માળે થી પટકાતા કરુણ મોત નિપજ્યું

મકર સંક્રાંતિ ને હવે ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ખાસ કરી ને બાળકો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ઘણી વખત એવી મજા સજામાં પરીણમતી હોય છે. ત્યારે એવી જ એક ઘટના સુરત મા સામે આવી છે જેમા એક બાળકનુ પતંગ ચગાવતા પાંચમા માળે થી નીચે પડતા કરુણ મોત નીપજ્યું હતુ.

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર સુરત શહેરના અડાજણ-પાલ રોડ ઉપર નીલકંઠ એવન્યુ મા આ ઘટના બની હતી જેમા તનય નામ નો માસુમ બાળક જે ધોરણ એક મા અભ્યાસ કરે છે તે તેના મિત્રો સાથે અગાશી પર પતંગ ચગાવવા ગયો જતો જયા પતંગ ચગાવતા વખતે પાંચમા માળે થી અંદાજીત 60-70 ફુટ ઉપર થી નીચે પટકાયો હતો.

તનય ને માથાના ભાગે અને છાતીના ભાગે ગંભિર ઈજાઓ પહોચી હતી. તનય ને તાત્કાલીક હોસ્પીટલે ખસેડવા મા આવ્યો હતો જયા તબીબે તનય ને મૃત જાહેર કર્યો હતો. તનય ના પિતા હીરેનભાઈ મદદનીશ પ્રાધ્યાપક છે. જયારે માતાને હજી સુધી ખબર નથી કે તેમનો દિકરો તનય આ દુનીયા મા નથી રહ્યો જયારે લાડકા દીકરાના મૃતદેહને જોઈ એના પર શું વીતશે એ ખબર નથી..

ખરેખર આ કીસ્સો દરેક માતા પિતા માટે ચેતવણીરૂપ કીસ્સો છે થોડી પણ બેદરકારી મોટી મુશ્કેલી ન સ્વરુપ ધારણ કરી શકે છે. અને અનેક એવા કિસ્સા ઓ છે જેમા વાળક નો જીવ ગયો હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!