સુરતમાં કરુણદાયક ઘટના: દરિયામાં નાહવા પડેલ પાંચ યુવાનો ડૂબ્યા, એકનો મૃત દેહ મળ્યો જ્યારે અન્ય યુવાનો લાપતા…
હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે ગરમીમાંથી રાહત મેળવવા માટે લોકો સ્વિમિંગ પુલ કે દરિયા કિનારે જતા હોય છે , ત્યારે હાલમા જ સુરત શહેરમાં હજીરા વિસ્તારમાં આવેલ દરિયામાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં પણ લોકો દરિયામાં નાહવા પડતા હોય છે. ત્યારે ભૂતકાળમાં અનેક લોકો દરિયામાં ડૂબી જવાની ઘટનાઓ બની છે. આ ઘટનાના એકી સાથે પાંચ લોકોના જીવ ગયેલ છે.
દરિયા કિનારે ભૂતકાળમાં અનેક લોકો દરિયામાં ડૂબી જવાની ઘટનાઓ બની છે. ત્યારે વધુ પાંચ લોકોનો જીવ જવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે એક સમય માટે અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. દરિયામાં ન્હાવા જવું એ ખૂબ જ જોખમી છે અને ક્યારેક લાપરવાહીના લીધે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. આ ઘટના વિશે વિગતવાર માહિતી જાણીએ કે, આખરે આ બનાવ કંઈ રીતે બન્યો.
હજીરા વિસ્તાર આમ તો ઔદ્યોગિક એકમો સૌથી વધુ છે. આ દરિયા કિનારે સુવાલી નામનો બીચ પણ આવેલ છે. જોકે આ બીચ પર દરિયામાં નાહવા પડેલા લોકો ડૂબી ગયાની ઘટના પગલે અહિયાં તંત્ર દ્વારા પ્રતિબંધ મુકવામા આવ્યો છે.કારણકે અહીંયા દરિયામાં બેટ આવેલ છે લોકો બેટ પર હોયને પાછળ થી પાણી ફરી વરતા લોકો પરિવાર સાથે ડૂબી ગયાની ઘટના બની હત.આ રવિવારે અનેક લોકોઅચાનક નદીમાં નાહવા પડેલા પાંચ યુવનો દરિયામાં ગરકાઉ થઈ જતા અચાનક બીચ પર દોડધામ સાથે અફડાતફડી મચી જવા પામી હતી.
યુવનો ડૂબતા જોઈને સ્થાનિક લોકોએ ઘટનાની જાનકારી ફાયર વિભાગ આપી હતી ફાયનો કાફલો સાથે પોલીસપણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને યુવાનો બચાવની કામગીરી શરૂ કરી હતી.ફાયરે વિભાગ ભટાર વિસ્તારના વિકાસ સાલ્વે નામના યુવક બચાવી લીધો હતો. ત્યારે તેની સાથે આવેલા સાગર સાલ્વે શ્યામ સાલ્વે અને અકબર શેખનામના મિત્રો લાપતા બન્યા હતા.જોકે ઇચ્છાપોર ખાતે રહેતા સચિન કુમાર જાતવ મૃતદેહ મળી આવ્યો હતો.