સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનેલુ મદરેસા….
છેલ્લા ઘણા સમય થી ઉત્તર પ્રદેશની યોગી બાબા ની સરકાર મા અનેક ગુંડાઓ અને ડોન ના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી ચાલી રહી છે જ્યારે બાદ આવી કાર્યવાહી અન્ય રાજ્યો મા પણ જોવા મળી રહી છે જેમા મધ્ય પ્રદેશ અને બાદ મા હવે ગુજરાત મા પણ અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરતા અનેક અસામાજીક તત્વો ના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવા મા આવી રહ્યુ છે.
સુરતના ગોપીતળાવમાં ડીકેએમ હોસ્પિટલ પાસે સરકારી જમીન પર મદરેસા બનાવવામાં આવી હતી. જ્યારે મદરેસા ના ટ્રસ્ટી ઓ દ્વારા એવો દાવો કરવામા આવ્યો હતો કે મદરેસા વકફ જમીન પર બનાવવામાં આવી છે. ત્યારે સુરત મહાનગર પાલિકા હાઈકોર્ટ પહોંચી હતી અને આ કેસ મા વકફ બોર્ડ ની હાર થય હતી ત્યારે સુરત મહાનગર પાલિકા શુક્રવારે મદરેસાને તોડી પાડવા બુલડોઝર પહોંચ્યું ત્યારે મદરેસાના ટ્રસ્ટીઓએ કહ્યું હતું કે તમે તોડશો નહી, અમે જાતે જ તોડી પાડીશું.
જ્યારે બાદ વકફ બોર્ડ દ્વારા કોઈ પણ ડિમોલેશન ની કાર્યવાહી ન કરતા સુરત ની મહાનગર પાલિકા ની ટીમ દ્વારા 6 બુલડોઝર દ્વારા મદરેસા નુ ડીમોલેશનુ કાર્ય કરવા મા આવ્યુ હતુ આ અંગે સુરત મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ કમિશનર ગાયત્રી જરીવાલાએ કહ્યું હતું કે,આ સેલ્ફ ડિમોલિશન છે. તેઓએ અમારી મદદ માંગી હતી, તેથી આજે અમે અમારા બુલડોઝર વડે મદરેસાને તોડી પાડી અને સરકારી જમીન પાછી લઈ લીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મદરેસાની માલિકી અંગે ટ્રસ્ટ અને મહાનગરપાલિકા વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ પછી સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે પાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ આજે મદરેસાને સંપૂર્ણ રીતે તોડીને જમીનનો કબજો લઈ લેવામાં આવ્યો હતો.