Gujarat

સુરત : વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો! 40 વર્ષ ના નરાધમે 4 વર્ષ ની દિકરી સાથે…

સુરત ના પાંડેસરા માં રહેતા શ્રમજીવી પરિવાર ની એક માસુમ 4 વર્ષીય છોકરી હવસખોર નો ભોગ બની છે. આરોપી અજય પટેલ તેના ઘર પાસે રમી રહેલી બાળકી નું પહેલા અપહરણ કરીને તે પોતાના ઘરે લય ગયો હતો. ઘરે તેના રૂમ માં લય ગયા બાદ તેના પર બળાત્કાર કરીને બાળકી જ્યાં રમતી હતી તે ત્યાં તેને પાછી મૂકિ ગયો હતો. બાળકી એ આ વતા તેની માતા ને કરી હતી ત્યારબાદ ત્યાંના લોકો દ્વારા આરોપી અજય પટેલ ને પકડી ને પોલીસ ને સોપવામાં આવ્યો હતો.

પોલીસે આપેલી માહિતી મુજબ પાંડેસરા વિસ્તાર માં રહેતા મૂળ બિહાર ના નિતેશ(નામ બદલ્યું છે.) તે પોતે તેના પરિવાર સાથે રહે છે. તેના પરિવાર માં 3-સંતાનો છે. જેમાં સૌથી નાની દીકરી રિયા(નામ બદલ્યું છે.) છે. રવિવારે રિયા પોતાના ઘરે ની નજીક રમતી હતી તે દરમિયાન આરોપી અજય પટેલ બાળકી નું અપહરણ કરીને તેને પોતાના ઘરે લય ગયો હતો અને ત્યાં તેની સાથે દુસ્કર્મ આચરિયુ હતું. રિયા થોડાક સમય બાદ જયારે ઘરે આવી ત્યારે તેને તેના પ્રાયવેટ પાર્ટ માં દુખાવો થતો હતો.

આ વાત તેને તેની માતા ને કહીં અને તેને કહ્યું કે પેલા અંકલ તેને તેના ઘરે લય ગયા હતા અને તેની સાથે ખરાબ કામ કર્યું હતું બાદ રિયા ના પિતા જ્યારે ઘરે આવ્યા ત્યારે તેની માતા એ બધી વિગતવાર વાત કરી હતી. બાદ માં ત્યાંના લોકો દ્વારા આરોપી ને પકડી ને પોલોસ ને સોંપ્યો હતો. પોલિસે આ બાબતે આરોપી વિરુદ્ધ અપહરણ, બળાત્કાર, અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

આરોપી અજય પટેલ મૂળ નડિયાદ ના રામનગર નો રહેવાસી છે. તે ઘણા વારસો થી તની પત્ની તેની બે દીકરીઓ અને એક દીકરા સાથે ત્યાં આવાસ માં રહે છે. તે સવારે ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કામ કરે અને બપોર બાદ મજૂરી નું કામ કરે છે. તે છેલ્લા 5-દિવસ થી રિયા ના ઘરે પાણી ની બોટલ આપવા જતો હતો તેથી રિયા તેને ઓળખતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!