ગરીબ બાળકોને જોઈને આ સુરતી દંપતી એ જે કર્યુ ! એ જોઈ ને તમે સલામ કરશો
કહેવાય છે ને કે માનવતા થી મોટો કોઈ ધર્મ નથી. જીવનમાં અનેક દુઃખો આવી શકે છે, પરતું માણસ પોતાની માનવતાની જ્યોત થકી દરેકના જીવનને ઉજ્જવળ બનાવી શકે છે. હાલમાં જ એક માનવતાની જ્યોત પ્રગટાવનાર દંપતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ લોકો સરહાનીય કામગીરી તમારું હદય જીતી લેશે. ખરેખર આવું તો માત્ર સુરતના લોકો જ કરી શકે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે સુરતી લોકો દાન દેવામાં તો મોખરે છે. હાલમાં જ એક વિડિયો વાયરલ થયો છે જેમાં એક મહિલા પોતાના બાળકોના નવા કપડાઓ ગરીબ બાળકોને આપી રહી છે અને આ દરમિયાન એ બાળકોના ચહેરા પર ખુશીઓ છલકાય છે એ સૌથી અમૂલ્ય છે અને જેનું મૂલ્ય કરોડો શું દુનિયાની કોઈ સંપત્તિ ન આંકી શકે.
વાત જાણે એમ છે કે, રોડ પરથી સુરતી પરિવાર પસાર થઈ રહ્યું હતું ત્યારે બાળકોએ તેમની પાસે દસેક રૂપિયા માગ્યા હતા અને આજ દરમિયાન તેમણે બાળકોની હાલત જોઈ આને થયું કે આમની પાસે પહેરવા પૂરતા કપડાં નથી એટલે તેમણે પોતાની કારની ડેકી ખોલી અને તેમના પોતાના દીકરાનાં નવા કપડાઓ આ બાળકોમાં વિતરણ કરવા લાગી અને તેમનો બાળક ખુશ હતો જ્યારે તેની મા તેના કપડાં બીજાને આપી રહી હતી. આ જ ખરા સંસ્કાર અને માણસાઈ કહેવાય. સૌ લોકો આ સુરતી પરિવારનાં વખાણ કરી રહ્યા છે.
આમ પણ કહેવાય છે ને કે, દાન દેવા માટે દિલ મોટું હોવું જોઈએ. કોઈના દુઃખ જોઈને આપણી આંતરડી નાં ઠરે ત્યારે સમજવું કે આપણે ખરા અર્થે માનવ છીએ. ઇશ્ર્વર દરેક જીવમ વસે છે અને આપણે સૌને માનવતા આપી છે જેનાથી મોટો ધર્મ કોઈ નથી આમ પણ માનવ સેવા એજ પ્રભુ સેવા છે.માત્ર કપડાં આપવાથી આ બાળકોના ચહેરા પર સ્મિત રેલાયું એ ખરેખર જાને કુદરત હસતો હોય એવું લાગે. આમ પણ ભગવાન કહેવાય છે ને કે આપણે કોઈને આપીએ તો ભગવાન એનાથી બમણું આપને આપી જ દે છે.