સુરત નો વિચીત્ર કીસ્સો! ધોરણ 11ની વિદ્યાર્થિની વાળ તોડીને ખાતી હતી પછી પેટ માથી…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અવારનવાર અનેક એવી ઘટનાઓ બનતી હોય છે,જે ખૂબ જ આકસ્મિક હોય છે પરંતુ કહેવાય છે ને કે, ક્યારેક એવી ઘટના બની જતી હોય છે,જે ખૂબ જ ભયાનક રૂપ ધારણ કરી લે છે.હાલમાં જ એક એવી ઘટના બની મેં તમને જાણીને આશ્ચર્ય થશે અને ચોંકી પણ જશો.ખરેખર આ ઘટનામાં બન્યું એવું હતું કે,સુરત શહેરમાં એક અજીબ કીસ્સો! સામે આવ્યો જેમાં ધોરણ 11ની વિદ્યાર્થિની વાળ તોડીને ખાતી હતી પછી પેટ માંથી એવું નીકળ્યું કે તમે ચોકી જશો.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, યુવતીને ઘણા સમયથી પોતાના માથાના વાળ ખાવાની કુટેવ હતી અને આ જ સમસ્યાનાં કારણે તેને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો.નવી સિવિલના સર્જરીના ડોક્ટરની ટીમે સફળ ઓપરેશન કરી 500 ગ્રામ વાળનો ગુચ્છો બહાર કાઢ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટરોની ટીમે બે કલાક સુધી જહેમત ઉઠાવી સફળ સર્જરી કરી હતી.
આ ઓપરેશન માટે પેટમાં 7થી 8 સેન્ટિમીટર કાપ મૂકીને જઠરમાં ફસાયેલો વાળનો ગુચ્છો બહાર કાઢ્યો હતો.16 વર્ષીય વિદ્યાર્થિની લાંબા સમયથી માનસિક તકલીફ હોવાથી છેલ્લા ઘણા સમયથી પોતાના માથાના વાળ તોડીને ખાધા કરતી હતી, જેથી તેનું ખાવાનું ઓછું થઇ ગયું હતું અને વજન ઘટવા લાગ્યું હતું. આવી તકલીફને લીધે તેને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
સોનોગ્રાફી કરાવતાં જઠરમાં વાળનો ગુચ્છો દેખાયો હતો. તેની માતા ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે સર્જરી કરાવવાના પૈસા ન હોવાથી તેનાં પરિવારજનો મૂંઝવણમાં મુકાઇ ગયાં હતાં. ગત તા. 11મી ઓક્ટોબરના રોજ તેને પરિવારના સભ્યો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં લાવ્યાં હતાં અને ડોકોટરની મહેનત ન કારણે આખરે યુવતીની સમસ્યા દુર થઈ ને હાલમાં સ્વસ્થ છે.આ પહેલા તે એક કિલો વાળ ખાઈ ગયેલ હતી.
