લવ-જેહાદ મુદ્દે ગૃહમંત્રી આકરા પાણીએ ! સુરતમાં હર્ષ સંઘવીએ કહ્યુંઃ ‘કોઈ મુસ્તફા મહેશ બની ભોળી દીકરીઓ….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સુરત શહેરનાં હર્ષ સંઘવી આજે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી પદે બિરાજમાન થઈને અનેક યુવાનો માટે પ્રેરણારૂપ અને લોકપ્રિય બન્યા છે. ત્યારે હાલમાં જ તેમણે સુરત શહેરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં ખૂબ જ સરહાનીય વાત કરી છે. મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, હર્ષ સંઘવીએ કહ્યુંકોઈ મુસ્તફા મહેશ બની ભોળી દીકરીઓને પ્રેમજાળમાં ફસાવશે તો કડક પગલાં ભરાશે’ ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ કે, આખરે એવું તે શું થયું કે હર્ષ સંઘવી એ આવા શબ્દોનો ઉપયોગ કર્યો.
સુરતમાં યોજાયેલા ઈ-FIRના કાર્યક્રમમાં લોકોમાં જાગૃતિ ફેલાવવાની સાથે સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લવ-જેહાદ પર લાલ આંખ કરી હતી. આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, આજે નામ બદલીને પ્રેમના નાટક થતા હોવાનું સામે આવી રહ્યું છે, કોઈ મુસ્તફા મહેશ બનીને સમાજ વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરશે કે મહેશ કોઈ અન્ય નામ ધારણ કરીને પ્રેમને બદનામ કરવાની કોશિશ કરશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે એવી બાંયધરી આપું છું
સુરત શહેરમાં બળાત્કાર અને લૂંટ જેવા કેસોમાં 100 ટકા ડિટેકશન થયું છે, શહેરમાં ક્રાઇમ રેટમાં 24 ટકાનો ઘટાડો આવ્યો છે. સુરતે દેશને નવી દિશા આપી છે. બાળકી પરના દુષ્કર્મના ગંભીર ગુનાઓમાં અનેક કેસોમાં ગંભીર સજા અપાવવામાં પોલીસ સફળ રહી છે. દરરોજ અનેક સમાજ ઉપયોગી કામ પોલીસ કરે છે, પણ સમાજમાં નેગેટિવ વાતો સાંભળવાનો એક સ્વભાવ બન્યો છે. ટ્રાફિકના અનેક પ્રશ્નો પર પોલીસ કામગીરી કરી રહી છે.
આ સિવાય હર્ષ સંઘવીએ સરકારની કામગીરી જણાવતાં કહ્યું હતું કે ,ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે હલ્લાબોલ કર્યો છે. 5000 કરોડનું ડ્રગ્સ એક વર્ષના ગુજરાત પોલીસે પકડ્યું છે. આ દેશના એક કહેવાતા યુવા નેતાએ કહ્યું હતું કે ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે. હું કહેવા માગું છું કે ડ્રગ્સ પકડાય છે કે પકડવું એનો ભેદ તમે સમજો છો, પણ દેશ ચલાવવાનાં સપનાં છે, તેને નથી સમજાતું.
આ ડ્રગ્સ પકડવા માટે ભારત પાકિસ્તાનની બોર્ડર પર ગુજરાત ATS દ્વારા અનેક ઓપરેશન કરવામાં આવે છે. ગોળી ખાવા તૈયાર ગુજરાત પોલીસે પંજાબ-મહારાષ્ટ્ર જતું અટકાવ્યું છે. ડ્રગ્સ જોડે રાજનીતિ કરતી વ્યક્તિ આ દેશનો દુશ્મન છે. આ પ્રકારની હલકી રાજનીતિ દેશની એકતા તોડી રહી છે. આવી અનેક વાતો હર્ષ સંધવી એ કાર્યક્રમ દરમિયાન કહી હતી.
