સુરત શહેરના યુવકનાં જન્મદિવસની ઉજવણી પહેલા જ ખૂની ખેલ રચાયો! કારણ જાણીને આઘાત લાગશે…
ખરેખર સુરત શહેરમાં અનેક ગુન્હાઓ થઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તમને જાણીને આઘાત લાગશે કે, હાલમાં જ સુરત શહેરમાં એક ખૂબ જ ચોંકાનાર ઘટના સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમરોલી વિસ્તારમાં રહેતા યુવક જન્મદિવસની ઉજવણી કરે તે પહેલા તેની હત્યા કરવામાં આવી છે. શા માટે હત્યા થઇ અને હત્યા કરનાર કોણ છે, એ તમામ માહિતી આપણે વિગતવાર જાણીશું.
આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, મિત્ર સાથે થયેલા સામાન્ય અકસ્માત માં સામેવાળા વ્યક્તિને મારવા ગયેલા મુકેશ નામના યુવકની સામે રહેલા યુવકોએ હત્યા કરી નાખવામાં આવી હતી. આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, છુંટું નામનો એક વ્યક્તિ ગાડી સાથે બે મિત્રો રાખી જઇ રહ્યો હતો. આ બાબતે ઝઘડો થયો હતો અને છોટુ અને મુકેશના મિત્રો વચ્ચે સમાધાન થયું હતું પણ મુકેશ અન્ય મિત્રો સાથે છોટુને મારવા માટે પહોંચ્યા હતા.
છોટુ સાથે મારામારી શરૂ થઈ હતી ત્યારે છોટુએ આવેશમાં આવી જઈ પોતાના સ્વરક્ષણ માટે એને મારવા આવેલા ઉપર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો અને હથિયાર વાગી જતા તેનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું.આ ઘટનાં અંગે પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને હુમલો કરનારા ચારમાંથી છૂટું નામના વ્યક્તિની પોલીસ અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. જો કે છૂંટુ સાથે રહેલા અન્ય ત્રણ લોકોની પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ખરેખર સામાન્ય બાબત માંથી આવું પરિણામ આવતાની સાથે એકી સાથે બે જીવન બરબાદ થયા અને સાથો સાથ બંને યુવકોના પરિવારમાં પણ દુઃખનો માહોલ છવાઈ ગયો હતો. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે, મૃતકની આત્માને શાંતિ મળે તેમજ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે. ખરેખર આ યુવકનાં પરિવાર માટે વસમી વેળા કહેવાય કે દીકરાનો જન્મદિવસ જ મુત્યુ દિવસ બની ગયો.
