Gujarat

અમદાવાદ, સુરત જેવા મોટે શહેરો ના લોકો માટે ચેતવણીરૂપ કીસ્સો !4 માસની બાળકીનું અપહરણ કરી 2 લાખમાં સોદો કરાયો

હાલના સમયમાં અનેક પ્રકારના ગુન્હાઓ થઈ રહ્યા છે, જેમાં નાના બાળકો ની તસ્કરી કરવામાં આવે છે.હાલમાં જ.હેરના ગોમતીપુર વિસ્તારમાંથી 17 ફેબ્રુઆરીની રાત્રે ફુવારા સર્કલ પાસે એક શ્રમિક દંપતિની બાળકીનું અપહરણ થયું. પ્રાથમિક તબક્કે આ કેસમાં પોલીસે અપહરણ અંગે તપાસ કરી તો કેટલીક ચોંકાવનારી વિગતો પણ મળી અને સરોગસીના નામે બાળક તસ્કરી કરી અને બાળકોના સોદા કરતી ગેંગને પોલીસે આ કેસ અંગ શુ કર્યું એના વિશે જણાવીએ.

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી 21 દિવસ પહેલા ગુમ થયેલી બાળકી સુરતમાંથી મળી આવી હતી. આ સાથે જ બાળ તસ્કરી કરતા 9 આરોપીઓ ઝડપાયા છે. આરોપીઓએ બાળકીનો 2 લાખમાં સોદો પણ કર્યો હતો, જોકે પોલીસે 21 દિવસમાં જ બાળકીને શોધી કાઢી હતી. ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં આંતરરાજ્ય બાળ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે.

બાળકોની તસ્કરી કરી બાળકોને હૈદરાબાદ વેચવાનું કામ કરતી હતી.17 ફેબ્રુઆરીએ રાત્રે મહેસાણાના લાખવડના રહેવાસી ચિરાગ સાધુ, કિંજલ પરમાર અને પ્રેમી વિજય પરમાર અમદાવાદના સરદારનગરમાં રહેતા સોમેશ પૂજારી સાથે મળી રખિયાલ, બાપુનગર, સરદાર નગર અને ગોમતીપુરમાં રેકી કર્યા બાદ બાળકીનું અપહરણ કરી ફરાર થઇ ગયા હતા.

હાલ પકડાયેલા આરોપીઓ પૈકી રમ્યાના મોબાઈલ ફોનમાંથી પણ કેટલાક બાળકોના ફોટો મળી આવતા અન્ય બાળકોને પણ તસ્કરી થઈ હોવાનું પોલીસ માની રહી છે. જોકે આરોપી ઉર્મિલા પરમારે પણ અગાઉ પોતાના જ પરિવારના એક બાળકને વેચ્યુ હોવાનો ખુલાસો કરતા પોલીસે આ અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!