Gujarat

સુરતના વેપારીએ 9 લાખ મા મુઘલ સમયના સોનાના સિક્કા ખરીદ્યા અને બાદ મા હકીકત સામે આવતા જ પગ નીચે થી જમીન સરકી ગઈ ! જાણો પુરી ઘટના

આજ કાલ એવી ઘટનાઓ બને છે કે, આપણે સ્વપ્નમાં પણ ન વિચાર્યું હોય. હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કહેવાય છે ને કે, લાલચ માણસને મુશ્કેલીમાં મૂકી દે છે. કોઈપણ વસ્તુઓનો અતિ લોભ તમને સંકટમાં મૂકી શકે છે. આ ઘટના સુરતમાં બની છે, આ ઘટના અંગે જાણીને તમે પણ ચોંકી જશો. ખરેખર તમે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે ક્યારેય આવું પણ બની શકે છે. આમ પણ ગુજરાતીમાં કહેવત છે દરેક પીળું વસ્તુઓ સોનું નથી હોતું.

મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે,રાંદેરમાં સસ્તામાં સોનાના સિક્કા આપવાનું કહી ભેજાબાજ 9 લાખ પડાવી લીધા , આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે, આખરે બનાવ શું બન્યો હતો. સુરતના અડાજણના ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં મીરાકલ લેડીસ કોર્નર નામની દુકાનમાં ગ્રાહક સાથે ઠગાઈ કરેલ.આ ઘટનામાં સૌથી આશ્ચય વાત એ છે કે,ગઠિયાએ માતાની સારવાર માટે મુઘલ સમયના સોનાના સિક્કા સસ્તામાં વેચવાના નામે સોનાનું પાણી ચઢાવેલા સિક્કા પધરાવી રૂ. 9 લાખ પડાવી રફુચક્કર થઇ ગયો હતો.

આ ઘટનામાં ગઠિયાએ દુકાનદાર નરપતસિંહ પ્રેમસિંહ રાજપુરોહિતને પોતાની ઓળખ શંકર પ્રજાપતિ અને મધ્યપ્રદેશનો રહેવાસી તથા મેટ્રો પ્રોજેક્ટમાં કામ કરતો હોવાનું જણાવેલ હતું અને તેને પોતાની સાથે આવનાર માતા અને મામા છે, પોતે સુરતમાં નવો છે અને બિમાર માતાની સારવાર માટે પૈસાની જરૂર છે, મારી પાસે મુઘલ સમયના સોનાના 426 સિક્કા છે.

આ સિક્કા વેચવાના છે એમ કહી એક સેમ્પલ તરીકે આપી પોતાનો મોબાઇલ નંબર આપ્યો હતો. નરપતસિંહે સોની પાસે સિક્કો ચેક કરાવતા તે સાચો અને તેની કિંમત રૂ. 7 થી 8 હજાર હોવાનું કહ્યું હતું. પુત્રીના લગ્ન માટે નરપતે સોનું ખરીદવાનું હોવાથી લાલચમાં આવી રૂ. 30 લાખના સિક્કા રૂ. 10 લાખમાં ખરીદી લીધા પણ તેના માટે તેને  પુત્રીના લગ્ન માટેના રૂ. 4.50 લાખ અને સંબંધી પાસેથી ઉછીના રૂ. 4.50 લાખ મળી કુલ રૂ. 9 લાખ ભેગા કરીને સોનાના 426 નંગ સિક્કા ખરીદયા હતા. બે દિવસ બાદ સિક્કા સોની પાસે ચેક કરાવતા તમામ સિક્કા ખોટો હોવાનું જણાવ્યું હતું. હાલમાં આ ઘટના અંગે પોલિસે તપાસ હાથ ધરી છે. ખરેખર આ ઘટના પરથી એ જાણવા મળે છે કે, ક્યારેય લાલચમાં ન પડવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!