Gujarat

સુરતના દલાલે 55 લાખના હીરા ખરીદીને એવી રમત રમી કે, કંપનીને ધોળે દિવસે અંધારા આવી ગયા…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, સુરત શહેરમાં ડાયમંડની ચોરીના બનાવો વધુ બને છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, વરાછામાં આવેલ આર્જવ ડાયમંડ કંપની પાસેથી એક હીરા દલાલ અને વેપારી 100 દિવસમાં પેમેન્ટ આપવાનું કહી રૂા.55.19 લાખના હીરા ખરીદી ફરાર થઇ ગયો હતો. આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.

આ ઘટના બનતા જ તાત્કાલિક જ આર્જવ ડાયમંડના ડાયરેક્ટર મોન્ટુ આઈવાલાએ દલાલ અને વેપારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.કતારગામ બાળાશ્રમ રોડ વિશાલનગરમાં રહેતા મોન્ટુ અશોકભાઈ આઈવાલા વરાછાના અશ્વનિકુમાર રોડ ઉપર સર્વોદય સોસાયટીમાં આર્જવ ડાયમંડ્સ પ્રા.લી. કંપનીના નામે વેપાર કરે છે.છે તેમની ઓફિસમાં મોટા વરાછા શાલીગ્રામ સ્ટેટ્સમાં રહેતા હીરા દલાલ વિજય મનુભાઇ વસાણીયા તેમજ મોટા વરાછા અબ્રામા રોડ ઉપર શુભમ એવન્યુમાં રહેતા રાકેશ રતીલાલ બફલીપરા આવ્યા હતા.

આરોપીએ પોતાની જાતને વેપારી જણાવ્યો હતો અને કહ્યું કે, હીરાદલાલ વિજય વસાણીયા તેમજ વેપારી રાકેશ બફલીપરાએ મોન્ટુ આઇવાલાનો સંપર્ક કરીને તેની પાસેથી સને-2019માં 2188 કેરેટના રફ હીરા ખરીદ્યા હતા. આ હીરાનો સ્ટોક સુરતમાં ન હોવાથી હીરાને એન્ટવર્પથી મંગાવી આપ્યા હતા.

યુએસ ડોલર પ્રમાણે આ સ્ટોકની કિંમત 67849 ડોલર એટલે કે રૂા. 54.19 લાખ થઇ હતી. હીરાદલાલ અને વેપારીએ રૂા.54.19 લાખની રકમ 100 દિવસના સમયમાં આપી દેવાનું કહીને માલ ખરીદ્યો હતો. 100 દિવસ બાદ પણ પૈસા ન આવતા મોન્ટુભાઇએ ઉઘરાણી કરી હતી. કોરોનાની મહામારીનું બહાનુ કાઢીને ધંધામાં નુકસાન થયું હોવાનું કહી રૂપિયા ભૂલી જવાનું કહ્યું હતું. ત્યાબાદ પીડિત ડાયરેકટ એ વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!