સુરતનો પરિવારસારવાર માટે ચેન્નઈ ગયો, પરત આવ્યા તો 8 લાખના દાગીના ગાયબ! CCTVમાં સામે આવ્યું ચોંકાવનાર દ્ર્શ્ય.
સુરત શહેરમાં અનેક ગુન્હાઓ બને છે અને દિવસે ને દિવસે એવી ઘટનાઓ ઘટે છે કે આપણે તેની કલ્પના પણ ન કરી શકીએ. હાલમાં જ આવો એક બનાવ બન્યો જેના વિશે જાણીને તમે પણ આશ્ચય પામશો. વાત જાણે એમ છે કે,માસ્કન સાલેહ એપાર્ટમેન્ટનામાં આવેલ એક ઘરમાંથી ચોરી થયેલ. આ પરિવાર કેન્સરની સારવાર માટે ચેન્નઇ ગયું હતુંઆ તો દુકાળમાં અધિક માસ આવ્યો હોય એવો બનાવ બની ગયો હતો.
આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો સુરતના રાંદેર ટાઉનના પિંજરવાડ ખાતે આવેલ અને તે મોકાનો લાભ લઇ અજાણ્યો તસ્કર ઘરમાંથી 8 લાખના સોનાના ઘરેણાં લઈ ફરાર થઇ ગયો. ઘરના લોકો જ્યારે ચેન્નઇથી પરત આવ્યો ત્યારે ઘરમાંથી ચોરી થયાની ઘટના સામે અવેલીમ જેથી તાત્કાલિક જ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ચોરની હરકત એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરામા કેદ થઈ ગઈ છે.
પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ તો અઝીઉમ અબ્દુલ કાસમ શેખને કેન્સર હોવાથી તેની સારવાર માટે પરિવાર સાથે ચેન્નઇ સારવાર માટે ગયા હતા. ગત 7 સપ્ટેમ્બરે પરિવાર ચેન્નઈ જવા નીકળ્યો હતો અને 8 સપ્ટેમ્બરના રોજ તેમના ઘરને અજાણ્યા તસ્કરે નિશાન બનાવી દીધું હતું. અજાણ્યા ચોર દ્વારા પરિવારની હલચલ પર નજર રખાતી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
કારણ કે પરિવાર જેવો ઘર બંધ કરી બહાર ગયો અને તેના બીજા જ દિવસે ચોર ઈસમ તેમના ઘરને નિશાન બનાવી ઘરમાંથી આઠ લાખથી વધુના સોના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પરિવાર ચેન્નઈથી પરત આવ્યું અને ઘરની સ્થિતિ જોતા ઘરમાંથી ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. જેથી તાત્કાલિક તેમણે રાંદેર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો.
ચોરીના ઈરાદે બિલ્ડિંગમાં પ્રવેશ કરતો હોવાની તમામ હરકત બિલ્ડિંગના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ચોર બિલ્ડિંગમાં પ્રવેશ કરી બંધ ઘરનું ડુપ્લીકેટ ચાવી વડે કે અન્ય કોઈ રીતે દરવાજો ખોલીને ઘરના કબાટમાં રહેલ તમામ સોના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પરિવારના અંદાજ મુજબ ચોર ઘરમાંથી આઠ લાખથી વધુની કિંમતના દાગીનાની ચોરી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.