સુરત : ચાર બહેનોના એકના એક ભાઈ જયરાજસિંહનુ દુખદ મૃત્યુ થયું ! આ કારણે અંતિમ વિદાય ચશ્મા પહેરાવી ને આપી…. સર્જાયા ભાવુક દૃશ્યો
સુરતમાં થયેલ તક્ષશીલા અગ્નિકાંડતો તમને સૌ કોઈને યાદ હશે. હાલમાં જ આવી હદય કંપાવી દેનાર દુઃખ ઘટના બની છે. આ ઘટનાએ ફરી તક્ષશીલાની યાદ અપાવી દીધી છે. આ દુઃખદ ઘટના અંગે જાણવા વિશે જાણીએ તો સુરતની સચિન જીઆઈડીસીની અનુપમ રસાયણ ફેક્ટરીમાં શનિવારે રાત્રે બોઈલર બ્લાસ્ટ થતાં સમગ્ર ફેક્ટરીમાં આગ લાગી હતી. આ આગમાં પણ ફેક્ટરીમાં કામ કરતા અત્યાર સુધી 4 કર્મચારીઓનાં મૃત્યુ થયાં હતાં અને અન્ય 20 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા
આ દુઃખદ ઘટના પાંચ દિવસ મોત સામે લડીને સારવાર દરમિયાન એન્જિનિયરનું મોત નીપજ્યું છે અને દુર્ઘટનામાં કુલ મૃત્યુ આંક પાંચ ઉપર પહોંચી ગયો છે. સૌથી દુઃખદ વાત એ છે કે,નવસારીના કોલાસના ગામનો એન્જિનિયર યુવક જયરાજસિંહ ઠાકોર પરિવારમાં ચાર બહેનનો એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવતા પરિવાર અને સમગ્ર ગામ શોકમાં ફેરવાઈ ગયું હતું.મૃતક યુવક ચશ્માંનો શોખીન હતો. જેથી ચશ્માં પહેરાવી અંતિમ વિદાય આપતા પરિવાર રડી પડ્યો હતો અને મૃતક યુવકની અંતિમ યાત્રાએ ખૂબ જ કરુણ દાયક દ્રશ્યો સર્જાયા હતા.
ખરેખર આ દ્રશ્ય એટલું હદય કંપાવી દેનાર હતા અને ત્યાં હાજર સૌ કોઈની આંખોમાં આંસુઓ આવી ગયા હતા.આ દુઃખદ ઘટનામાં એ પણ જાણવા મળ્યું કે,ફેક્ટરીમાં એન્જિનિયરિંગ તરીકે ફરજ બજાવતા જયરાજસિંહ ઠાકોર દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયા હતા. સતત જીવન અને મોત સામે લડત લડી રહ્યો હતો પરંતુ આખરે પાંચ દિવસથી મોત સામે લડી રહ્યો હતો. આખરે તેણે દમ તોડી દીધો હતો જેથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
જયરાજસિંહ પરિવારમાં એકનો એક દીકરો હોય અને ભગવાન આવી રીતે છીનવી લઈ તો એ પરિવાર માટે આવો આઘાત સહન કરવો ખૂબ જ આઘાત જનક છે. ચાર બહેનો અને માતા પિતા તો સાવ નોંધારા થઈ ગયા હતા અને યુવકનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે પણ તેને ચશ્મા પહેરવામા આવ્યા હતા. ખરેખર કુદરત ક્યારે શું કરે એ કોઈ નથી જાણતું.