સુરત: મહીલા પર આસમાન થી આફત વરસી ! ધડામ કરતા સ્લેબ પડ્યો 40 ટાકા આવ્યા
હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના પાલ વિસ્તાર માં શ્રુતિ હાઇટ નામની બિલ્ડિંગનો સ્લેબમાં પોપડા અચાનક પડતાં એક મહિલાને ગંભીર ઇજા થઇ હતી. આ ઘટના વિશે વધુ જાણીએ તો, મેઈન ગેટ પાસે પડતાં એક મહિલા ગેટ પાસે ઊભી હતી તેની માથે પોપડા ધડાકાભેર પડતાં ગંભીર ઇજા પહોંચી હતી. મહિનાના માથામાં 30 થી 40 ટાકા આવેલા છે.
જાણીને નવાઈ લાગશે કે, આ તમામ ઘટના આ સ્લેબની ઘટના નજીક માં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી હોવાથી આ વીડિયો ખૂબ જ હાલમાં વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના પરથી ધ્યાન રાખવું જોઈએ કે, જર્જિત બિલ્ડીંગ નીચે ક્યારેય બેસવું ન જોઈએ કારણ કે, ક્યારેક બિલ્ડિંગ માં મેઇટનન્સ આવી ઘટના બની શકે છે. આ વીડિયોમાં જોઈ શકો છો કે, મહિલા ગેટ નીચે બેસી છે અને અચનાક સેલ્બ પડતા મહિલાનું માથું ફૂટયું.
આ ઘટનાને કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે મેઇટેન્ન્સ ને અભાવે પણ આ મહિલાનું માથું ફૂટયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.જ્યારે ઘટના બની હતી ત્યારે હું મેઈન ગેટ પાસે ઊભી હતી ત્યારે અચાનક મારા પર સ્લેબના પોપડા પડતાં માથું ફૂટી ગયું હતું. આ મહિલાનું નસીબ સારું કહેવાય ત્યાં મહિલાઓનો જીવ બચી ગયો પરંતુ પણ આ પ્રકારના મોટાભાગના બિલ્ડિંગો સુરતમાં આવેલા છે કે જ્યાં વ્યક્તિઓ તો રહે છે પણ મિલકતની મેન્ટેનન્સ નથી કરાવતા જેને લઈને આજે આ મહિલાને મોતના મુખમાંથી પાછી આવી હતી.
આ ઘટના પરથી એ વાત તો નક્કી થઈ ગઈ છે કે, દરેક સોસાયટીમાં જો આવી કોઈ બિલ્ડીંગ જર્જિત હોય તો, તેને તાત્કાલિક રીપેર કરવી જોઈએ કારણ કે, ક્યારેક આના થી વધારે મોટી દુર્ઘટના બની શકે છે. ખરેખર આ આવા બનાવો ન બને તે માટે થઈને સમયસર યોગ્ય નિર્ણય લેવા જરૂરી છે. આ ઘટના દરેક લોકો માટે સાવચેતીરૂપ સમાન છે.
સુરતમાં શ્રુતિ હાઈટ નામની બિલ્ડિંગના સ્લેબના પોપડા પડતા એક મહિલાને ઇજા.#SURAT pic.twitter.com/QzjwSGFjrA
— News18Gujarati (@News18Guj) April 23, 2022