સુરત મા આ જગ્યાએ થી પેટીયુ ભરી ને 25 કરોડ ની ડુપ્લિકેટ નોટો ઝડપાઈ ! તપાસ કરતા એવું સામે આવ્યુ કે
સુરતમાં દિવસેને દિવસે અનેક પ્રકારની ઘટનાઓ બને છે, ત્યારે હાલમાં જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત શહેડમાં એવી જગ્યાએથી પેટીયુ ભરી ને 25 કરોડ ની ડુપ્લિકેટ નોટો ઝડપવામાં આવી છે. આ ઘટનાં અંગે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીએ કે, કઈ રીતે અને ક્યાં કારણોસર આ બનાવ બન્યો અને આ બનાવ પોલીસ દ્વારા શું તપાસ કરવામાં આવી હતી તે અંગે જાણીએ.
સુરત શહેરમાં કામરેજ પાસે નવી પારડી રાજ હોટલ સામેથી પસાર થતી ‘દિકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ લખેલી એક એમ્બ્યુલન્સને અટકાવી તપાસ કરવામાં આવી હતી કારણ કે, કામરેજ પોલીસને બાતમી મળી હતી જેથી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને બાતમીના આધારે એમ્બ્યુલન્સ ની અટકાયત કરતા તેમાંથી ડુપ્લીકેટ નોટના જથ્થા સાથે હિતેશ કોટડિયા નામનાં એક ઇસમ મળી આવ્યો હતો.
નોટનો આ જથ્થો રાજકોટથી જામનગર થઈ સુરત લવવામાં આવતો હતો અને એમબ્યુલન્સમાં મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ નોટ લઇ જવાતી હતી. પોલીસ વિભાગ દ્વારા હિતેશ કોટડિયાની પુછપરછ કરાતાં હિતેશ કોટડિયાએ આ ડુપ્લિકેટ નોટનો ઉપયોગ મુવી શુટીંગમાં કરવાના હોવાનું પોલીસને જણાવ્યું હતું.આ તમામ નોટમાં ‘રિવર્સ બેંક ઓફ ઇન્ડિયા’ લખેલું હતું. તેમજ કામરેજ પોલીસે ગણતરી હાથ ધરતાં નોટોની કુલ રકમ 25 કરોડ 80 લાખ સામે આવી હતી.
હિતેશ કોટડિયાએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, ‘અમિર બાપનો દીકરો અને ગરીબ બાપની દીકરી’ નામક સ્ટોરી બનાવના હોવાથી આ માટે આટલા મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ નોટો લઈ જવામાં આવી રહી છે. આ તમામ નોટનો કબજો લઈને આગળની તપાસ કરવામાં આવશે. ખાસ કરીને આ નોટો ક્યાં છાપવામાં આવી હતી, એનો હેતુ શું હતો તથા કોને આપવાના હતા તે અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, હાલમાં તો ફિલ્મનાં શૂટિંગનું બહાનુ બનાવવામાં આવ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.