સુરતના કાપડ ના વેપારીએ બિલ્ડીંગ ના 10 મા માળેથી કુદી આપઘાત કરી લોધો ! હજી થોડા દીવસ પહેલા જ….
સુરત શહેરમાં હાલમાં જ એક દુઃખદ ઘટના બની છે. આ ઘટનાને પગલે પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ ગયો છે. તમને વિશ્વાસ નહિ આવે કે, આટલા સમયમાં એવું તે શું થયું હશે કે યુવાનો આત્મહત્યા કરી લીધી. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,
સુરતના કાપડ ના વેપારીએ બિલ્ડીંગ ના 10 મા માળેથી કુદી આપઘાત કરી લોધો ! આત્મહત્યા પાછળનું કારણ શું છે તે અંગે સંપુર્ણ માહિતી જાણીએ.
મીડિયા દ્વારા મળેલી માહિતી પ્રમાણે વસુ ખાતેના હેપ્પી ગ્લોરીયસના કાપડ વેપારીએ શુક્રવારે સવારે દસમાં માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ મૃતક વેપારી અંગે માહિતી મળી છે કે, મૃતક વેપારી મુળ રાજસ્થાનના વતની છે અને તેમનું નામ નિતીન મહેન્દ્રભાઈ જૈન છે. 28 વર્ષિય નિતિન પરિવાર સાથે વેસુ સ્થિત હેપ્પી ગ્લોરીયસમાં બીજા માળે રહેતા હતા અને રીંગરોડ ખાતે ઈન્ડીયા માર્કેટમાં કાપડની દુકાન ચલાવતા હતા.
વેપારીએ અચાનક આત્મહત્યા કરી રહ્યસ્ય સર્જાયું છે. મળતી માહિતી પ્રમાણે યુવકના હજુ છ માસ પહેલા જ લગ્ન થયા હતા. તેમજ તે હાલમાં જ વિદેશથી પરત ફર્યો હતો પરિવાર પાસેથી જાણવા મળ્યું હતું કે, ગણેશ ઉત્સવ દરમિયાન નિતિન ઘરે કોઈને પણ કંઈપણ કહ્યાં વગર મોરેસિયસ નીકળી ગયો હતો પણ બે દિવસ બાદ પરત પણ આવી ગયો હતો. પરંતુ ત્યાં સુધીમાં પરિવારે ઉમરા પોલીસ મથકમાં નિતિનના ગુમ થયાની ફરિયાદ આપી દીધી હતી.
વિદેશથી આવ્યાં બાદ શુક્રવારે સવારે નિતિન દસમાં માળે રહેતા સંબંધીને મળવા ગયો હતો. ત્યારબાદ દસમાં માળેથી ઝંપલાવી દીધું હતું. નિતિને દસમાં માળેથી કૂદકો માર્યો હોવાની જાણ થતાં પરિવારના સભ્યો ઘટનાસ્થળે દોડી ગયા હતા. નિતીનને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમા દાખલ કરેલ પરંતુ તબીબી સારવાર કારગત નિવડે તે પહેલા નિતિનએ જીવ ગુમાવેલ. હાલમાં તો આ રહસ્યમય સંજોગનાં લીધે થયેલ મોત અંગે જાણ થતાં જ ઉમરા પોલીસ હોસ્પિટલમાં દોડી ગઈ હતી. પોલીસે પોસ્ટમોટર્સ સહિતની કાયદેસરની કાર્યવાહી કરી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.