સુરત: કાર મા એવી જગ્યા એ દારુ છુપાવ્યો હતો કે જોઇને પોલીસે પણ માથુ પકડી લીધુ ! શક ના જાય એટલે કાર મા સાથે મહીલાઓ ને રાખતા
દારૂની હેરાફેરીના મામલે ગુજરાતમાં અનેક કેસો આવે છે, ત્યારે હાલમાં જ સુરત શહેરમાં હેરાફેરી અંગની એવી ઘટના બની કે જ્યારે આરોપીઓ ઝડપાયા તો પોલીસ પણ ચોંકી ગયેલ. આ ઘટના ખૂબ જ રસપ્રદ અને ચોંકાવનારી છે. ચાલો આ ઘટના અંગે અમે આપને વિસ્તુત માહિતી આપીએ કે કંઈ રીતે આ આરોપીઓ પકડાયા. વાત જાણે એમ છે કે, કાર મા એવી જગ્યા એ દારુ છુપાવ્યો હતો કે જોઇને પોલીસે પણ માથુ પકડી લીધુ.
મીડિયા દ્વારા મુજબ જાણવા મળ્યું હતું કે સુરત માં બે કપલો મળીને કારમાં દારૂની હેરાફેરી કરતા હતા અને આ વાતની જાણ થતાં પોલીસે ધરપકડ કરી.ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કીની બાટલીઓ કુલ્લે નંગ-280 જેની કિ.રૂ. 62,800/- તથા અંગ ઝડતીમાંથી મળેલ રોકડા રૂપીયા 2250/- તથા કારમાંથી મળી આવેલ નંબર પ્લેટ તથા બ્રેઝા કાર કિ.રૂ.9,00,000/- ની મળી કુલ્લે કિ.રૂ.9,86,550/- ના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના અંગે જાણવા મળ્યું હતું કે, અડાજણ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલિસને બાતમી મળી હતી કે, જેમાં જાણવા મળ્યું હતું કે, સિલ્વર કલરની બ્રેઝા ફોર વ્હીલકાર રજી બે વ્યક્તિ અને બે મહીલાઓ મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇને આવે છે. બાતમીના આધારે પોલીસે વોચ રાખી હતી, અને ચેકીંગ કર્યું હતું.
દારૂ પકડવા માટે પોલીસને ઘણી મહેનત કરવી પડી હતી પરંતુ
ચોર ખાના શોધી કાઢ્યા હતા જેમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો હતો .એટલું નહીં પોલીસને કોઈ શંકા ન જાય તે માટે કારમાં બે કપલ સાથે મળીને કારમાં દારૂની હેરાફેરી કરતા હતા. ખાસ વાર તો એ કે કોઈને ખબર ન પડે તે માટે થઈને કારની આગળના ભાગમાં અને પાછળના ભાગમાં દારૂ છુપાવવા માટે ખાસ ખાના બનાવેલ જેથી કરીને તપાસ કરવામાં આવે તો પણ દારૂ ન પકડાય.