સુરતનાં કરુણ દાયક ઘટના! હીરાના કારખાનાનાં મેનેજર કર્યો આપઘાત! જીવ ગુમાવવા પાછળ પોલીસને….
સુરત શહેરમાં સૌથી વધારે દુઃખદાયી અને ચોંકાવનારી ઘટનાઓ બની રહી છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, હીરાના કારખાનામાં મેનેજર તરીકે ની ફરજ બજાવનાર વ્યક્તિ એ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે પરંતુ શા માટે તેમને પોતાનો જીવ ગુમાવ્યો એ જાણવું જરૂરી છે આ ઘટના અંગે વધુ માહિતી જાણીએ.
દિવ્યભાસ્કરના અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે,વિપુલભાઇ નંદુડોશીની વાડી ખાતે હીરાનું કારખાનુ ચલાવતા હતા અને આ જ કારખાનામાં . મુકેશભાઇ ત્યાં મેનેજર તરીકે નોકરી કરતા હતો. કારખાનાની ઓફિસમાંથી હીરાની ચોરી થયેલી હોય અને ખોટી રીતે હીરા ચોરીનો આક્ષેપ મુકેશ પર કરવામાં આવ્યો હતો અને આજ કારણે.વિપુલભાઇ પૈસાની ઉંઘરાણી કરતા હતો.
આવી દુઃખદ ઘટના બનાવને કારણે પરિવારજનો સવારે 11 વાગ્યે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. પરંતુ પોલીસ ફરિયાદ ઝડપથી લીધી ન હતી. આ પહેલા જ ચોરીના કેસ માટે ગત 25 મે ના રોજ મુકેશને મહીધરપુરાના પોલીસ માણસો દ્વારા બોલાવવામાં આવ્યો હતો ત્રણ પોલીસ વાળા માણસોએ ઢોર માર મારેલો અનેને હીરાના બદલે બીજા દિવસે સાંજ સુધીમાં રૂપિયા3,50,000 માગેલા.
વ્યક્તિ પર ચોરીના આરોપ લગાડીને માર- મારી ખોટી રીતે પૈસાની માંગણી કરી ત્રાસ આપતા હોય જે અસહ્ય માનસિક ત્રાસને કારણે મરવા માટે મજબૂર કરતા મારા ભાઇ મુકેશભાઇ અસહ્ય ત્રાસથી કંટાળી જઇ અનાજમાં નાખાવાની ગોળીઓ પી જઇ અને સારવાર દરમિયાન પ્રાણનાથ હોસ્પિટલ ખાતે મરણ ગયેલ હોય. હાલમાં આ ઘટના અંગે વધુ તપાસ ચાલું છે.