સુરત મા જ્વેલરી શોપ માથી ત્રણ યુવાનો એ 1.37 લાખ નુ મંગળસૂત્ર લુટી લીધુ ! જુવો લુટ નો વિડીઓ
સુરત શહેરમાં દિવસે ને દિવસે ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની જેના વિશે જાણીને તમે પણ આશ્ચય પામી જશો. ધોળે દિવસે ત્રણ યુવાનોને જવેલરી શોપમાં હાજર યુવતી પર હુમોલો કરીને 1.37 લાખ નુ મંગળસૂત્ર લુટી લીધુ ! સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આલુટ નો વિડીઓ જોઈને તમે પણ ચોંકી જશો. ખરેખર આ ઘટના ખૂબ જ ગંભીર અને ચોંકાવનારી છે. ચાલો આ ઘટના વિશે વિગતવાર જાણીએ.
હાલમાં જ જાણવા મળ્યું છે કે, સુરતના ડીંડોલીના વિસ્તારમાં આવેલ કરાડવા રોડ પર આવેલી જવેલર્સની દુકાનમાં હાજર યુવતી પર હુમલો ત્રણ ઈસમો 1.37 લાખની કિમતનું મંગળસૂત્રની લૂંટ કરી ફરાર થઇ ગયા તેમજ આ ઘટન સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તાત્કાલિક આ ઘટના અંગે પોલીસને જાણ થતાં જ ગણતરીના કલાકોમાં પોલીસે એક કિશોર અને બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના અંગે વિગતવાર જાણીએ તો બપોરના સમયે આ દુકાન એક યુવતી હતી અને એજ દરમિયાન ત્રણ યુવાનો આવ્યા અને ચાંદીની કપલ રીંગ બતાવવાનું કહ્યું હતું અને અડધો કલાક સુધી ત્રણેય ઈસમોએ ખરીદી કરવાનું નાટક કર્યું હતું અને અચાનક જ એક યુવાન અંદર કુદીને જ્યોતિ બેનનું મોઢું દબાવી દીધું હતું અને બીજા ઇસમેં કાઉન્ટર કુદીને મહિલાને ચપ્પુ બતાવ્યું હતું અને મોઢું અને આંખ દબાવી દીધી અને ધકો મારી દીધેલ.
આ દરમ્યાન યુવતીએ સિક્યુરીટી સાયરન વગાડ્યું હતું જેથી ત્રણેય ઈસમો દુકાનની અંદર રાખેલા ડિસ્પ્લેમાંથી ૧.૩૭ લાખની કિમતનું મંગળસૂત્રની લૂંટ કરી ફરાર થઇ ગયેલ. તેઓની પાસેથી લૂંટ કરેલું મંગળસૂત્ર તેમજ એક મોપેડ અને ચપ્પુ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ પૈસા માટે લૂંટ કરી હતી.