સુરતના પટેલ પરીવારે અલગ જ દાખલો બેસાડયો ! સાદાઈ થી લગ્ન અને દીકરી ને ભેટ મા એવી વસ્તુ આપી કે લોકો વખાણ કરતા થાકી ગયા…જુઓ તસવીરો
હાલમાં ગુજરાતમાં લગ્નનો માહોલ છે, ત્યારે ગામે ગામ અને શહેરોમા લગ્નના ઢોલ અને શરણાઈઓ ગુંજી રહી છે, ત્યારે
સુરતના પટેલ પરીવારે અલગ જ દાખલો બેસાડયો ! સાદાઈ થી લગ્ન અને દીકરી ને ભેટ મા એવી વસ્તુ આપી કે લોકો વખાણ કરતા થાકી ગયા. ચાલો અમે આપને આ અનોખા લગ્ન વિશે જણાવીએ.
આજના સમયમાં લગ્ન એક પારંપરિક પ્રસંગના બદલે સામાજિક દેખાવડો વધુ બની ગયો છે, લોકો લગ્નને અતિ ધામધૂમથી અને ભવ્ય રીતે ઉજવવા માટે લાખો કરોડો રૂપિયા ખર્ચી નાંખે છે, માત્રને માત્ર સમાજને દેખાડવા માટે આવું કરતા હોય છે. આજે અમે આપને એક એવા લગ્ન વિશે જણાવીશું કે જે ખૂબ જ સાદગી રીતે હોવા છતાં ભવ્ય અને યાદગાર બની ગયા.
આજના સમયમાં લોકો કંકોત્રીથી લઈને લગ્નની દરેક વિધિઓમાં ખર્ચો કરે છે. દેખાદેખીના આ માહોલમાં સુરતમાં એક એવા લગ્ન યોજાઈ ગયા જેણે સમાજને નવી રાહ ચીંધી છે. વાત જાણે એમ છેસુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજના આગેવાન અને વિશ્વ ગુજરાતી સમાજના ઉપપ્રમુખ સવજીભાઈ વેકરીયાના દીકરા અને દીકરીનો લગ્ન પ્રસંગ યોજાઈ ગયો.
પટેલ સમાજમાં મોભી એવા સવજીભાઈ વેકરીયાએ પોતાના બન્ને સંતાનોના સાદાઈથી લગ્નયોજીને સમાજમાં ઉત્તમ દાખલો બેસાડયો છે. કરોડોની સંપત્તિ હોવા છતાં પણ તેમને આર્યસમાજની વિધિથી લગ્નસમારંભ યોજીને સમાજને લગ્ના નામે ખોટાખર્ચા ન કરવાની પ્રેરણા આપી છે. દીકરીને કરિયાવરમાં સંસ્કારનું સિંચન કરતાં પુસ્તકો ભેટ આપીને તેમણે નવો રાહ ચિંધ્યો છે. દીકરીએ પણ પિતાના આ નિર્ણયને સ્વીકારી લીધો અને આર્યસમાજના વિધિવિધાનથી યોજાયા.
આજના સમયમાં દરેક પિતા પોતાની દીકરીઓને એટલો કરિયાવર આપે છે કે જગત આખું જોતું રહે પણ સવજીભાઈ વેકરિયાએ પોતાની દીકરી સુભદ્રાના લગ્નમાં પોતાની દીકરીની ઊંચાઈ જેટલા પુસ્તકો ભરેલો એક કબાટ પણ ભેટ કર્યો.
સવજીભાઈ પટેલ દર વર્ષે 500 થી વધુ સમૂહ લગ્નનું આયોજન કરી સાદગીનો રાહ ચીંધે છે. જ્યારે તેમના ઘરે લગ્નનો પ્રસંગ આવ્યો તો તેમણે સાદગીને જ શણગાર બનાવ્યો છે. કરોડોની સંપત્તિ હોવા છતાં જે રીતે સાદગીપૂર્ણ લગ્ન કર્યા એ સમાજમાં એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે. આજના સમયમાં આવા લગ્ન ભાગયે જ યોજાય છે.