Gujarat

સુરતવાસીઓ નુ મન પસંદ હિલ્સ સ્ટેશન મા મનમોહક વાતાવરણ સર્જાયુ ! જુવો તસ્વીરો

સુરતવાસીઓ જેટલા ખાવાના શોખીન છે એમજ ફરવાના પણ ખૂબ જ શોખીન. હાલમાં જ્યારે શિયાળો અને ઉનાળો ચાલુ હતો ત્યારે સૌ કોઈ ફરવા નીકળી જતા સાપુતારા. હાલમાં જ જાણવા મળ્યું છે કે, સુરતવાસીઓ નુ મન પસંદ હિલ્સ સ્ટેશન મા મનમોહક વાતાવરણ સર્જાયુ ! ચાલો ત્યારે હાલમાં સાપુતારા ની સુંદરતા કેવી છે, તેના વિશે જાણીએ.આમ પણ ગિરિમથક સાપુતારા ખાતે ઉનાળુ વેકેશનમાં અનેક લોકોએ મુલાકાત લીધી.

તમને જાણીને નવાઈ લાગશે કે, ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા એક સપ્તાહથી વાતાવરણમાંબદલાવ આવ્યો છે. દિવસે ઠંડા પવનો અને આહલાદક માહોલ સર્જાતા વેકેશન માણવા આવેલ સહેલાણીઓમાં આનંદ ફેલાયો છે. ત્યારે નૈઋત્ય દિશા તરફથી પવન ફૂંકાવાના શરૂ થયા છે જેથી રાજ્યના અન્ય શહેરોમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.

સાપુતારા ખાતે દિવસભર નૌકાવિહાર, રોપવે, ટેબલ પોઇન્ટ, રોઝ ગાર્ડન, લેક ગાર્ડન સહિત એડવેન્ચર એક્ટિવિટીમાં ભારે ભીડ જામી હતી. સાથોસાથ હેંડીક્રાફ્ટ મેળામાં અવનવી હસ્તકલાની ચીજ વસ્તુઓ ખરીદવા ગ્રાહકોની ભીડ જામી હતી. હાલ ઉનાળા વેકેશનનો છેલ્લો તબક્કો હોવાથી હોટેલો એ હાઉસફુલ થઈ ગયેલ.

જે લોકો સાપુતારા ન ગયા હોય એમને એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ અને કરીને ચોમાસાની ઋતુમાં અહીં ની હરિયાળી માણી શકો છો.આહવાથી માત્ર 38 કિલોમીટર દૂર આવેલું ડોન ગામ સાપુતારાથી પણ 17 મીટર ઊંચુ અને તેનાથી 10 ગણો વિસ્તાર ધરાવે છે. સહ્યાદ્રિ પર્વતમાળા ખુશનુમા ઊંચાઈ, હરિયાળા ઢોળાવો, નદી, ઝરણાં બધુ જ ધરાવે છે.

એટલે પ્રકૃતિની મોજ માણવા ડોન હિલ સ્ટેશને એક ઉત્તમ વિકલ્પ છે. ગુજરાતના પ્રખ્યાત હિલ-સ્ટેશન સાપુતારાની જેમ ડોનની પણ 1000 મીટરની ઊંચાઇ છે.સાથોસાથ આને એક ઐતિહાસિક સ્થળ પણ કહેવામાં આવે છે, કારણ કે અહી ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંતકથાઓ જોડાયેલી છે.આ સ્થળને ટ્રેકિંગ માટે પણ બેસ્ટ ગણવામાં આવે છે અને એજ કારણ છેકે અહી પ્રવાસીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જોવા મળે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!