સુરતના હીરા કારખાનામાંથી ચોરી થયા રૂ.40 લાખનાં હીરા, હીરા ચોરનાર બીજું કોઈ નહીં પણ કારખાનામાં….
સુરત શહેર દેશનું સૌથી સ્વસ્છ શહેર તરીકે ઓળખાય છે, ત્યારે આ શહેર અનેંક પ્રકારનાં ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની, જેના વિશે જાણીને તમે પણ આશ્ચય પામી જશો. આપણે સૌ કોઈ જાણીએ છે કે, સુરત એ ડાયમંડ સીટી તરીકે જગત ભરમાં વિખ્યાત છે, ત્યારે હાલમાં જ સુરત શહેરના એક કારખાનામાં થી 40 લાખનાં હીરા ચોરાઈ ગયા. ચાલો આપણે આ ચોરીના બનાવ વિશે તેમજ ચોરી કરનાર કોણ હતું તેના વિશે સપૂર્ણ માહિતી આપીએ.
આપણા ગુજરાતીમાં કહેવત છે કે, જે થાળીમાં ખાધું એમાં જ છેદ કર્યો. આવી જ ઘટના સુરત શહેરના વરાછા વિસ્તારમાં હીરાના કારખાનામાં બની છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,અચાનક થી રુપિયા 40 લાખના હીરાના ગાયબ થતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ખાસ વાત એ કે, હીરાના કારખાનામાં પાંચ વર્ષથી નોકરી કરતો પોલીસીંગ વિભાગનો મેનેજર રુપિયા 40 લાખના હીરા લઈ ભીમ અગિયારસ અને રવિવારની એમ બે દિવસની રજા બાદ ફરાર થઈ ગયો હતો.
મૂળ ભાવનગરનાં 36 વર્ષીય સુમિત મુળજીભાઈ વઘાસિયા વરાછામાં હીરાનું કારખનું આવેલ છે, તેમજ 2000 કારીગરો પર દેખરેખ રાખવા માટે 50 મેનેજર છે.જેમા પોલિશિંગ વિભાગમાં નિલેશ છગનભાઈ કૈલા છેલ્લાં પાંચ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ભીમ અગિયારસ અને 12મીના રોજ રવિવારના લીધે રજા હોવાથી કારખાનું બે દિવસ માટે બંધ હતું. 13મી જૂનના રોજ નિલેશ કામ પર આવ્યો નહોતો. તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. તેને આપેલ 346 પેકેટમાંથી તેને જમા કરાવેલા તૈયાર હીરાના 140 પેકેટ જોયા તો ખાલી હતા.
આ કારણે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા જ ચોંકાવનારી દેનાર દ્રશ્યો સામે આવ્યા હતા..પ્રોસેસ માટે આપેલા હીરાના પેકેટમાંથી કેટલાંક પેકેટ ખિસામાં મૂકીને વોશરુમ તરફ જતા જોવા મળ્યો હતો અને 140 પેકેટમાં કુલ રુપિયા 40,02,680ની કિંમતના હીરા હતા. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાતા વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.