સુરતમાં હ્દયસ્પર્શી અંતિમયાત્રા નીકળી, વ્હાલી માતાને દીકરીઓ આપી કાંધ…
આજના સમયમાં સમાજમાં સ્ત્રીઓને આગવું સ્થાન રહે છે, ત્યારે હાલમાં જ સ્ત્રીઓએ પરંપરા અને રીતિ રિવાજને બદલે પ્રેમઅને લાગણીઓને વ્યક્ત કરીને એક પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. ખરેખર આમ પણ હિન્દૂ રીતિ રિવાજ મુજબ જ્યારે પણ કોઈ વ્યક્તિનું નિધન થાય છે, ત્યારે હંમેશા પુરુષો સ્મશાને જઈને અગ્નિદાન કરતા હોય છે તેમજ મૃતકને કાંધ પણ દિકરાઓ જ આપે છે. ત્યારે હાલમાં જ સુરત શહેરમાં એક ખૂબ જ હ્દયસ્પર્શી ઘટના ઘટી છે.
સુરતના આમરોલી વિસ્તારમાં એક પરિવારમાં માતાનું અવસાન થતાં દીકરીઓએ કાંધ આપીને માતાને વિદાય આપી હતી. તેમજ સ્મશાન સુધી પહોંચ્યા હતા એટલું નહિ પણ દીકરીઓએ માતાના અંતિમસંસ્કાર કર્યા હતા. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મૂળ અમદાવાદના અને હાલ સુરતમાં રહેતા સ્વ રળયાતી બેન મોહન ભાઈ પુમ્ભડીયાને ચાર દીકરીઓ છે. અગાઉ મોટી દીકરીનું અવસાન થયું હતું. ત્યારે ત્રણેય દીકરીઓના ઘરે માતા અવાર નવાર વખત રહેવા માટે આવતા હતા. સુ
83 વર્ષીય ઉંમરે માતાનું દુઃખદ અવસાન થયું હતું. ત્યારે દિકરીઓએ સમાજમાં નવી રાહ ચીંધીને માતાને કાંધ આપી હતી. દિકરીઓએ માતાને કાંધ આપીને વિદાય આપીને સમાજમાં નવી રાહ ચીંધી હતી. આમ પણ કહેવાય છે ને કે, મા તે મા બીજા વગડાના વા. કાંધ આપનાર દીકરીઓ કહ્યું કે અમારે ઘરે ભાઈ ન હોવાથી માતાના અવસાન થતાં અમે પુત્ર બનીને માતાને વિદાય આપી છે. રિવાજ પ્રમાણે માતાનું મૃત્યુ બાદ દીકરાઓ તેમની અંતિમ ક્રિયા કરતા હોય છે.આ ઘટનાએ સમાજમાં એક નવી રાહ ચીંધી છે. આમ પણ ઘણી વખત આવી ઘટનાઓ બની છે.
ખરેખર આ ઘટના ખૂબ જ હદયસ્પર્શી છે અને આવી ઘટનાઓ અનેક વખત બનતી હોય છે. આ ઘટના કોઈ આપના રીતિ રિવાજો કે પરંપરાઓને તોડળવાનું નથી શીખવતી પરતું માત્ર ને માત્ર માનવતા અને લાગણીની ભાવના વ્યક્ત કરે છે. દરેક વ્યક્તિને આટલો તો હક બને છે કે, જે વ્યક્તિ સાથે જીવનભરની યાદો જોડાયેલ છે તેમની સાથે અંતિમ સમય વેળાએ તેમની જોડે રહેવું જોઈએ.