સુરતના શિતલભાઈ ગાંધીના લીધે 3 લોકોને નવુ જીવન મળશે ! તેમના અંગદાન વખતે ભાવુક દૃશ્યો સર્જાયા
આપણે જાણીએ છે કે, સુરત શહેર અંગદાનમાં મોખરે રહ્યું છે. ગુજરાતનું એક માત્ર એવું શહેર છે, જ્યાં સૌથી વધારે અંગદાનના કિસ્સાઓ બને છે. ખરેખર આ વાત ખૂબ જ સરહાનીય છે. આમ પણ કહેવાય છે ને કે, કોઈને જીવન દાન આપવું એ પુણ્યનું કાર્ય છે. હાલમાં જ એક દીકરી એ પોતાના પિતાના અંગોનું દાન કરીને સમાજને એક ઉમદા સંદેશ આપ્યો છે. આ ઘટના ખૂબ જ સરહાનીય છે. અત્યાર સુધી ભાગ્યે જ આવો દુઃખ પ્રસંગ બન્યો હશે કે, દીકરીએ પોતાના પિતાના અંગોનું દાન કરિને અગ્નિ સંસ્કાર કર્યો.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સુરતના મોઢવણિક સમાજના બ્રેઈનડેડ શીતલભાઈ ધનસુખભાઈ ગાંધીના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યુ હતુ. શીતલભાઈના અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું.આ ઘટના વિશે વધુ માહિતી જાણીએ તો, સુરત ખાતે રહેતા શીતલભાઈને બે-ત્રણ દિવસથી માથામાં દુઃખાવો અને ઉલટી થતી હતી. ગુરુવાર, તા.14 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે પરિવારજનોએ તેમને યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલમાં ડૉ.વિજય મેહતાની સારવાર હેઠળ દાખલ કર્યા હતા.
માંથામાં દુખાવાનું કારણ જાણવા માટે મગજનું MRI બ્રેઈન કરાવતા મગજને લોહી પહોંચાડતી નસો સાંકળી થઇ ગયેલ હોવાનું તેમજ મગજની અંદરની નસો ફૂલી ગયેલ અને ફૂલેલ ભાગ ફાટી ગયેલ હોવાનું નિદાન થયું હતું. આ દરમિયાન મગજની બીજી નસો પણ ફૂલી જતા મગજમાં લોહી વહી જવાથી બ્રેઈન હેમરેજ થયું હતું.તા. 16 એપ્રિલના રોજ યુનાઇટેડ ગ્રીન હોસ્પીટલના ડોક્ટરોએ શીતલભાઈને બ્રેનડેડ જાહેર ક્રેલ્બ અને ડોક્ટરે શીતલભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
શીતલભાઈના પત્ની કામીનીબેને જણાવ્યું કે, અમે ખુબ-જ સામાન્ય પરિવારના છીએ. મારા પતિની સારવારનો ખર્ચ પણ જેમ-તેમ કરીને કર્યો છે. મારા પતિ મેડીકલ સ્ટોરમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા હતા. હું ઘરે સિલાઈ કામ કરીને તેઓને અમારા પરિવારના જીવન નિર્વાહમાં મદદ કરું છું. મારા પતિ બ્રેઈનડેડ છે, અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે, શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે, મારા પતિના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળશે. અમને એવું લાગશે કે મારા પતિ આ દુનિયામાં જીવિત જ છે.
SOTTO દ્વારા હૃદય અમદાવાદની સીમ્સ હોસ્પીટલને, એક કિડની અને લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પીટલને, બીજી કિડની અમદાવાદની IKDRCને ફાળવવામાં આવી હતી. NOTTO દ્વારા ફેફસા હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા. દાનમાં મેળવવામાં આવેલા લિવર અને એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની રહેવાસી ૩૬ વર્ષીય મહિલામાં અને વાપીની રહેવાસી 37 વર્ષીય મહિલામાં અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી ૩૯ વર્ષીય મહિલામાં અમદાવાદની IKDRCમાં કરાવવામાં આવ્યું છે.