સુરતમાં મિત્રએ જ મિત્રની ઘાતકી હત્યા કરી નાખી ! કારણ જાણશો તો આચકો લાગશે…
હાલમાં જ સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ખરેખર આ ઘટનાને લીધે સૌ કોઈ ચોંકી ગયેલ.કહેવાય છે ને કે, મિત્ર એ જીવનનો સથવારો હોય છે. જીવનના સૌથી કિંમતી અને અમૂલ્ય સંબંધ હોય તો એ મિત્રતા છે, પરતું આજે અમે એક એવા મિત્રની વાત કરીશું જેને મિત્રતાના સંબંધને કલંકિત કર્યો છે. વાત જાણે એમ છે કે, હાલમાં જ સુરતમાં મિત્રએ જ મિત્રની ઘાતકી હત્યા કરી નાખી ! કારણ જાણશો તો આચકો લાગશે.
ચાલો આ ઘટના અંગે આપણે સંપૂર્ણ માહિતી આપીએ કે કયા કારણોસર મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરવી પડી! સુરતમાં દિવસે કે દિવસે ગુન્હાઓનું પ્રમાણ વધુ થઈ રહ્યું છે, ત્યારે ધોળા દિવસે જ ઊન ભીંડી બજાર વિસ્તારમાં જાહેરમાં ફ્રૂટના વેપારીની હાથની નસ કાપી ને ઘાતકી હત્યા કરી. આ ઘટનામાં ચોંકાવી દેનાર વાત એ હતી કે મરનાર અને આરોપી યુવક બંને ત્રણ વર્ષથી ગાઢ મિત્રો હતા. મહત્વની વાત એ છે કે, હત્યા કરનાર યુવક પોતાના વિસ્તારમાં યુવકો અને પાકિટ ચોરી કરવાની ટ્રેનિંગ આપતા હતો.
જેવી સંગત એવી રંગત! મરનાર યુવક પણ એ ગેંગનો સભ્ય જ હતો. પરતું મરનાર યુવકે આ ગેંગ છોડી દેતા ફરી ગેંગમાં જોડાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. યુવકે આવવાની ના પાડતા તેની હત્યા કરવામાં આવી હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલમાં તો પોલીસ દ્વારા આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે, ત્યારે હવે સંપૂર્ણ તપાસ થયા બાદ હત્યાનું સચોટ કારણ સામે આવી શકે છે.
આ ઘટનાને લઈને ચકચાર મચી ગયો છે. અખ્તર ઉર્ફે અકો મુક્તાર શેખ હાથની નસ કાપી તલવાર-છરીના 9 ઘા મારી પતાવી દેવાયો ઘટના સામે આવતા સમગ્ર વિસ્તાર ચકચાર મચી જવા પામી હતી.મરનાર યુવકને તેના મિત્રએ જ ફોન કરી ઘરે બોલાવ્યો હતો. જે બાદ 15 મિનિટમાં જ મોતને ઘાટ ઉતારી દેવાના સમાચાર પરિવારને મળતા જ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. હુમલાખોર ઇમરાનની આ હત્યામાં મુખ્ય ભૂમિકા હોવાની વાત સામે આવી છે. મરનાર યુવકે ગેંગ છોડીને તે ફ્રુટનો વેપાર કરવા લાગ્યો હતો.આ ઘટના અંગે હાલમાં વધુ તપાસ ચાલું છે.
