Gujarat

વાલિઓ ખાસ ધ્યાન આપે ! સુરત મા ધોરણ 10 મા ભણતી યુવતી ને પ્રેમ જાળ ફસાવી ગર્ભવતી…

એક પછી એક ગુન્હાઓ બાદ હવે લાગી રહ્યું છે કે, ડાયમંડ સીટી ગણાતું સૂરત શહેર ગુન્હાખોરીઓનું નગર બની રહ્યું છે. હાલમાં જ વાલિઓ માટે ચેતવણીરૂપ સમાન કિસ્સો બન્યો છે. સુરત મા ધોરણ 10 મા ભણતી યુવતી ને પ્રેમ જાળ ફસાવી ગર્ભવતી બનાવી અને પછી તે થયું એ ચોંકાવનારી ઘટના છે.આ ઘટના વિશે વધુ માહિતી આપીએ. મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું હતું કે,સુરતના કાપોદ્રા વિસ્તારમાં ધોરણ 10 વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તેને ગર્ભવતી બનાવી તરછોડી દેતાં કિશોરી આઘાતમાં સરી પડી.

હાલમાં આ ઘટના ને લીધે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પણ આપી શકી ન હતી. આ મામલે કિશોરીએ પોતાની માતાને આપવીતિ વર્ણવી હતી. જે બાદ કિશોરીએ આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે પ્રેમીની ધરપકડ કરીને જેલની પાછળ ધકેલી દીધો હતો.  સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ધોરણ 10માં ભણતી 16 વર્ષીય વિદ્યાર્થી સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહે છે.

યુવતીના પિતા રીક્ષાચાલક છે, અને માતા-પિતાના ચાર બાળકો પૈકી તે ઘરમાં સૌથી નાની છે. બે મહિના અગાઉ જ્યારે દૂધ લેવા માટે ઘરની નીચે ગઈ હતી, ત્યારે ઘરની નીચે રહેતાં યુવાનના મિત્ર ચેતન અગ્રવાતની તેના પર નજર પડી હતી અને તે કિશોરીની સુંદરતા જોઈને તેની પાછળ પડી ગયો હતો અને બાદમાં કિશોરીને પોતાનો મોબાઈલ નંબર આપીને પ્રેમજાળમા ફસાવી હતી.

ચેતન અગ્રવાત મૂળ ભાવનગર જિલ્લાના મોટી રાજસ્થળી ગામનો વતની છે અને હાલ તે સુરતમાં ખોડિયારનગર રોડ પર આવેલી રાધાક્રિષ્ણ સોસાયટીમાં રહે છે, અને રત્નકલાકાર તરીકે કામ કરે છે. 6 ફેબ્રુઆરીના રોજ જ્યારે ચેતનના ઘરે કોઈ ન હતું, ત્યારે તેણે કિશોરીને પોતાના ઘરે બોલાવી હતી અને તેની સાથે બે વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ જ કારણે યુવતીને માસિક આવ્યું ન આવતાં તે ગભરાઈ ગઈ હતી.

આ મામલે ચેતનને ફોન પણ કર્યો હતો. પણ ચેતન ફોન ઉપાડતો ન હતો. ગત શનિવારે ચેતને ફોન ઉપાડતાં કિશોરીએ તેને ગર્ભવતી હોવાની જાણ કરી હતી. જો કે, આ સમયે ચેતને કિશોરીને કહ્યું કે તે ગર્ભવતી છે. જો કે, આ વાત જાણ્યા બાદ ચેતને કિશોરીને કહ્યું કે, તારે જે કરવું હોય તે કર. આ ઘટના બાદ યુવતીએ પોતાની માતાને આ વાતની જાણ કરી.જે બાદ કિશોરીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ચેતન સામે ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!