સુરત ની વધુ એક ચકચારી ઘટના ! 14 વર્ષની સગીરા પર બે કિશોરો એ દુષ્કર્મ આચાર્યુ અને વિડીયો ઉતાર્યો, દિકરી ના માતા ને એવી રીતે જાણ થઈ કે…
સુરતમાં હવે દીવસે ને દિવસે ખૂબ જ ચોંકાવનારી ઘટના બની રહી છે, ત્યારે ફરી એકવાર સુરતમાં માત્ર 14 વર્ષની એક દીકરી સાથે બે કિશોરવયના છોકરાઓ એ દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ આ ઘટનાનો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દિધો અને આખરે માતા પિતાને એવી રીતે જાણ થઈ કે આ ઘટના ની સંપૂર્ણ માહિતી જાણીને તમારૂ હૈયું પણ કંપી ઉઠશે. આજનાં સમયમાં યુવાનો ખૂબ જ વિકૃત થઈ રહ્યા છે , ક્યારેક પ્રેમના આવેશમાં આવીને તો ક્યારેક હવસનાં લીધે ન કરવાનું કરી બેસતા હોય છે.
આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી જાણીએ તો દિવ્યભાસ્કરના અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના સલાબતપુરા માનદરવાજા વિસ્તારની રહેવાસી 14 વર્ષીય કિશોરી 7 એપ્રિલના રોજ બપોરે ત્રણ વાગ્યે ઘરે આવી હતી. આ સમયગાળામાં જ પાડોશમાં રહેતા કિશોરે તેને અન્ય કિશોર મિત્રના ઘરે કામ છે એમ કહીને ત્યાં લઈ ગયો હતો.
ત્યારબાદ ઘરે હાજર મિત્ર અને કિશોરે સગીરાને બેડ પર બેસાડી અમારી પાસે તારા અને તારા મિત્રના ફોટા છે, અમને કામ કરવા દે નહીંતર તે ફોટા તારા માતા પિતાને બતાવી દઈશું તેવી ધમકી આપી બે ત્રણ થપ્પડ મારીને બંને મિત્રોએ વારા ફરતી દુષ્કર્મ કર્યું હતું અને રેકોર્ડિંગ પણ ઉતાર્યું હતું.તે સમયે તેમના બે અન્ય મિત્રો બહાર ગેલેરીમાં ઉભા રહી કોઇ આવે નહીં તે જોતા હતા. સગીરાએ બનાવ અંગે કોઈને જાણ કરી નહોતી. આ બંને યુવાનોએ હદ તો ત્યારે વટાવી લીધી જ્યારે તે બંને યુવાનોએ વીડિયો વાઇરલ કરી દીધો.
આ ઘટના 22 દિવસ પછી સગીરાએ માતાને જાણ કરી હતી.માતાને જાણ કરતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મળતાની સાથે જ સલાબતપુરા પોલીસે ગત મોડીરાત્રે સગીરાની ફરિયાદના આધારે દુષ્કર્મ, પોક્સો એક્ટ, આઈટી એક્ટ અને એટ્રોસીટી એક્ટ મુજબ ચાર સગીરો સામે ગુનો નોંધ્યો છે. હાલ સગીરાની ફરિયાદના આધારે મહોલ્લામાં જ રહેતા ચારેય કિશોરોની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.