સુરતના જગદીશભાઈ પટેલ નામ ના વ્યક્તિ ની અમેરિકા મા ગોળીઓ મારી હત્યા કરાઈ ! હત્યા કરવાનુ કારણ માત્ર એટલું કે…
આપણે સૌ જાણીએ છે કે, આજે વિદેશોમાં ગુજરાતીઓ વસવાટ કરે છે, ત્યારે અનેક વાર એવી દુઃખ ઘટના સામે આવે છે કે, લૂંટના ઇરાદે હત્યા ગુજરાતીઓની હત્યા કરવામાં આવતી હોય છે. હાલમાં જ આવી દુઃખ ઘટના બની એ પણ સાવ નજીવા કારણે તેના વિશે જાણીને તમને પણ દુઃખ થશે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મૂળ સુરતના અને હાલ અમેરિકામાં રહેતા 69 વર્ષના જગદીશ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, જગદીશ પટેલ ની સાથે રહેતા વ્યક્તિ એ જ તેમની હત્યા કરી. મોટેલમાં આરોપી ડાર્નેલ બ્રાઉ 2 દિવસથી રહેતો હતો. તે રૂમનો ભાડું ન આપતો હોવાથી બંને વચ્ચે માથાકૂટ થઈ હતી.આ જ કારણે આરોપી બ્રાઉને જગદીશ પટેલને માથામાં અને પેટમાં ગોળી મારી દીધી હતી.
આ ઘટના અંગે જાણ થતાં જ તાત્કાલિક તેમને સારવાર માટે લઇ ગયા પરંતુ તેમનું મોત નીપજ્યું હતુ. જે બાદ તેમના પરિવાર અને મોટેલના સ્ટાફમાં ગમગીની છવાઇ ગઇ હતી.અમેરિકાના શિકાગોમાં ડોકટર છે. જગદીશ પટેલ સચિન પોપડાના વતની છે. જગદીશ પટેલ કાંઠા વિસ્તારમાં સારા ક્રિકેટર પણ હતા. તેઓ એમટીબી આર્ટસ કોલેજમાં કિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચૂકયા હતા.
જૂન મહિનામાં પણ અન્ય એક ગુજરાતીની અમેરિકાના વર્જિનિયામાં હત્યા કરવામાં આવી હતી. વર્જિનિયાના ન્યુ પોર્ટમાં આવેલા એક સ્ટોરમાં રાત્રે થયેલા ફાયરિંગમાં મોતને ભેટેલા ગુજરાતીની ઓળખ પ્રેયસ પટેલ (52 વર્ષ) તરીકે કરવામાં આવી હતી. જેઓ આણંદના સોજિત્રાના વતની હતા. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી કહેવાય.