સુરત : લગ્ન પહેલા જ સુરત ના યુવાન નુ વિચીત્ર અકસ્માત મા કમકમાટીભર્યુ મોત નિપજ્યું ! યુવક ના પરીવાર…
આપણે સૌ કોઈ જાણીએ છે અવારનવાર અનેક આત્મહત્યા બનતી હોય છે, ત્યારે હાલમાં જ એક દુઃખ ઘટના બની. આ ઘટના જાણીને તમે પણ ચોંકી જશો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, હાલમાં જ સુરતનાં કાપોદ્રા વિસ્તારમાં ગણેશનગર કોલોનીમાં BRTS રૂટ પર બેફામ દોડતી કારે યુવકને અડફેટે લીધો લઈ લીધો હતો. આ ઘટનાને કારણે આ અકસ્માતમાં યુવાન ફંગોળાઈ નીચે પડ્યો હતો. ઘટના સ્થળે જ મોત નિજપ્યું હતું.
આ ઘટનાને કારણે કાપોદ્રા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ જાણવા મળ્યું હતું કે, તા.12 જૂનનાં આ યુવકનાં લગ્ન હોવાથી તે ખરીદી કરવા નીકળ્યો હતો. યુવાન સુરતના કાપોદ્રા વિસ્તારના ગણેશનગર BRTS રૂટમાં એક કાર બે ફામ દોડી રહી હતી ત્યારે રસ્તા પર જતાં બે રત્નકલાકારોને અડફેટે લીધા હતા જેમાં એક યુવક હવામાં ફંગોળાઈ નીચે પટકાયો હતો.
રાહુલ ગોસ્વામી અને સૂરજ ગિરી બને મિત્રો જઈ રહયા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.જેમાં રાહુલ ગિરીનું ઘટના સ્થળે મોત નિજપ્યું હતું.મહત્વની વાત એ છે સુરત શહેરમાં કાર ચાલકો બેફામ બન્યા છે છેલ્લા એક સપ્તાહમાં પાંચથી વધુ અકસ્માત બન્યા છે જેમાં અત્યાર સુધીમાં બેનાં મોત થયા છે ત્યારે સુરત પોલીસ આ માળે ગંભીરતા દાખવીને બેકાબુ બનેલ કાર ચાલકો સામે લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે. આ પહેલા અનેક વખત આવી ઘટનાઓ બની.
આ લેખ આપ ગુજરતી અખબાર ના માધ્યમ થી વાંચી રહ્યા છો વાંચક મિત્રો પાસે દરેક માહિતી સચોટ મળે તે માટે અમારી ટીમ પ્રયાસ કરી રહી છે. કોઈ પણ બાબત ની સત્ય અને હકીક્તા બાબતે ગુજરાત અખબાર બાંહેધરી આપતુ નથી.
