સુરત મા નીકળ્યો અનોખો વરઘોડો! બળદગાડા મા વરરાજા અને દેશભક્તિ ના ગીતો અને જાણો બીજુ શુ હતુ ખાસ
હાલમાં જ્યારે લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે અનેકવાર સોશિયલ મીડિયામાં લગ્નને લઈને અવનવી ખબરો સામે આવે છે. આજના સમયમાં હવે લગ્ન એક વ્યક્તિગત પ્રસંગ થી વિશેષ જાહેર પ્રસંગ બની ગયો છે. લગ્નને ખાસ બનાવવા અનેક લોકો ખૂબ જ અનોખી રીતે લગ્નની ઉજવણી કરતા હોય છે. હાલમાં જ સુરત શહેરમાં એક ખૂબ જ અનોખી જાન નીકળી આ લગ્ન જાન ઍટલી જાજરમાન હતી કે કોઈની પણ આંખો પળભર માટે થભી જાય આ દ્રશ્ય જોવા.

હાલમાં જ મીડિયા દ્વારા મળેલા અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, સુરતમાં અનોખો વરઘોડો નિકળ્યો હતો. આવો વરઘોડો તમે ભાગ્યે જ જોયો હશે. મહત્વની વાત એ છે કે આજના સમયમાં આ વરઘોડા જોવા નથી મળતા. વરરાજા શણગારેલા બળદગાડામાં બેઠેલ જોગ મળ્યો હતી અને આજના સમયમાં જ્યારે લગ્નમાં ડીજે અને બેન્ડપાર્ટી હોય એના બદલે અનોખું સંગીત જોવા મળ્યું હતું.

આ વરઘોડો જે જે રૂટ પરથી પસાર થયો હતો તે વિસ્તારમાં લોકો વરઘોડો જોઇને આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. આ ઘટના બની હતી સુરતના મોટા વરાછા વિસ્તારમાં અને હવે સરકારનું પોલીસ બેન્ડ જોવા મળ્યું હતું, જેમાં બેન્ડવાજા વાળાને ફિલ્મી ગીતોને બદલે દેશભક્તીના જ ગીતો વગાડવાનું કહેવાયું હતું. વાસ્તવમાં વરરાજાની જ ઇચ્છા હતી કે તેમના વરઘોડામાં ફિલ્મી ગીતોના બદલે દેશભક્તીના ગીતો વાગે અને સૌ કોઈ જાનૈયા પણ તેના રંગે રંગાઈને ડાન્સ કરી રહ્યા હતા.

આ વરઘોડામાં આકર્ષણ નું કેન્દ્ર હતું શણગારેલા બળદગાડું. બળદગાડામાં પરણવા નિકળેલા વરરાજાને જોઇને લોકો પણ આશ્ચય પામી ગયેલા.રોનક ઘેલાણી પોતાના લગ્નના નિમંત્રણ કાર્ડમાં જ લખ્યું હતું કે પોલીસ બેન્ડના સૂર સાથે વરઘોડો નિકળશે. લગ્નમાં પ્રાપ્ત થયેલી તમામ રકમ સેવાકિય પ્રવૃત્તિઓમાં અર્પણ કરાશે. રાષ્ટ્રગીતના ગાન સાથે જાન આગમનના વધામણા થશે. આ ઉપરાંત ભાતીગળ ગ્રામ્ય સંસ્કૃતિનો શહેરી વિસ્તારમાં ધબકાર જીવંત રાખવા જાન બળદગાડામાં પ્રસ્થાન થશે. વરરાજા અને તેમના પરિવારે આ માટે ખાસ આયોજન કરીને તૈયારીઓ કરી હતી.
