Gujarat

ચેતવણીરુપ કિસ્સો ! સુરતના વેપારીને વોટસેપ મા યુવતી નો મેસજ આવ્યા બાદ મળવા ગયો અને રુમ મા પછી જે થયુ…

સૂરત શહેરમાં દિવસે ને દિવસે અનેક એવા બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની છે જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. ખરેખર સુરત શહેરમાં ગુન્હાઓનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. દિવસે ને દિવસે હત્યા ઓ અને રેપ જેવા બનાવો સામે આવે છે, ત્યારે હાલમાં જ એક એવી ઘટના સામે આવી કે છે જે, પુરુષો માટે ચેતવણીરુપ સમાન કિસ્સો છે ! સુરતના વેપારી વોટસેપ મા યુવતી નો મેસજ આવ્યા બાદ મળવા ગયો અને રુમ મા પછી જે થયુ એ ચોંકાવી દેનાર હતું.

આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી મેળવી તો, આ ઘટના સુરતના વરાછા વિસ્તારમાં રહેતા મૂળ ભાવનગરના વેપારી સાથે ઘટી છે. આ ઘટનામાં પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પીડિત વ્યક્તિ વરાછા મીનીબજારમાં ફરસાણની દુકાન ધરાવે છે 15 દિવસ પહેલા તેમને એક મોબાઈલ નંબર ઉપરથી તેમને વ્હોટ્સએપ પર મેસેજ આવતા તમે કોણ પૂછ્યું તો તેણે પોતાનું નામ ખુશ્બુ કહ્યું હતું.

ઓળખતા ન હોવાથી વાતો ન કરી પણ ખુશ્બૂએ કહ્યું હતું કે હું તમને ઓળખુ છું. ખુશ્બૂએ ત્યાર રોજ મેસેજ કરી વ્હોટ્સએપ કોલીંગથી વાત કરવા માંડી હતી. વ્હોટ્સએપ કોલ કર્યો તો તેણે આવો ત્યારે નાસ્તો લેતા આવજો તેમ કહ્યું હતું. ખોડીયાર નગર વરાછા ખાતેથી નાસ્તો લઈ બપોરના આશરે બે વાગ્યાના સમયે ક્રિષ્ના બેકરીની ઉપર પહેલા માળે એક મહિલા ઉભી હતી. તે મહિલા ફ્લેટનો દરવાજો ખોલી અંદર લઈ ગઈ તો ત્યાં બે મહિલા હાજર હતી. તમામ સોફા પર બેસ્યા ત્યારે મહિલાએ બીજા રૂમમાં જવા કહેતા વ્યક્તિએ ઇન્કાર કર્યો તો ખુશ્બૂ કંઈ નહીં થાય ચાલો તેમ કહી રાકેશભાઈના ખભા ઉપર હાથ મુકી બીજા રૂમમા લઈ ગઈ હતી.

ત્યાં પાથરેલા ગાદલા પર બેસાડી ખુશ્બૂએ વ્યક્તિના ગુપ્ત ભાગે તેમજ શારીરીક અડપલા કરવા લાગ્યા હતા. આ સમયે રૂમનો દરવાજો ખોલી અચાનક બે જણા અંદર આવ્યા હતા અને તે પૈકી એકે આ મારી પત્ની છે, મને શક હતો કે હું હીરાની નોકરી કરવા જાઉં ત્યારે આવું કામ કરે છે.રાકેશ્ભાઈને માર મારી સમાધાન નહીં કરો તો બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી આપી રૂ.10 હજાર પડાવી લીધા હતા. ત્યાર બાદ રૂ.50 હજારની માંગણી કરતા રાકેશભાઈએ મિત્રને બોલાવી તેમને સમજાવી બહાર જઈ પૈસાની વ્યવસ્થા કરીશું કહી છટકીને સિંગણપોર પોલીસ મથકમાં હનીટ્રેપ અંગે ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!