Gujarat

સુરતની વધુ એક ચકચારી ઘટના ! લવ મેરેજ પછી પુત્રવધુ એ ભાઈ સાથે મળી ને સાસુ ની હત્યા કરી નાખી..

સૂરત શહેર દિવસે ને દિવસે અનેક ચોંકાવનાર હત્યાના બનાવો બની રહ્યા છે. ત્યારે હાલમાં ફરી એકવાર હત્યાનો બનાવ બન્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે કે,સુરતની વધુ એક ચકચારી ઘટના ! લવ મેરેજ પછી પુત્રવધુ એ ભાઈ સાથે મળી ને સાસુ ની હત્યા કરી નાખી. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે, આ હત્યા બનવા પાછળનું કારણ શું તેના વિશે સંપૂર્ણ માહિતી આપીએ.

સુરત શહેરમાં સાસુ અને વહુના સબંધની શરમાવે એવી દુઃખ દાયીઘટના બની છે. અત્યાર સુધી અનેક સાસુ વહુના આપણે કિસ્સાઓ સાંભળ્યા હશે પણ આ કિસ્સો ખૂબ જ કરુણદાયક છે. વ્યક્તિ ક્યારેક પોતાના સ્વાર્થ ખાતર બધું જ ભૂલી જાય છે અને ક્યારેક ન કરવાનું કરી બેસે છે, એનું ઉદાહરણ એટલે ગ્રીષ્મા હત્યા કેસ. આ બનાવ વિશે સંપૂર્ણ વિગતવાર ઘટનાક્રમ જણાવીએ.

સુરતમાં ધોળે દિવસે પુત્રવધૂ અને તેના ભાઈએ મળીને સાસુનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને હત્યા કરીને ભાઈ બહેન ભાગી રહયા હતા તેવામાં પતિએ જ સુરત રેલવે સ્ટેશનથી પકડીને પોલીસને હવાલે કર્યા હતા. જે બાદ તેમની અટકાયત કરી હતી.પરિમલ સોસાયટીમા હત્યાની ઘટના સામે આવી હતી.પરિમલ સોસાયટીમાં ઘર નંબર 59માં રહેતા અને હીરાનું કામ કરતા સંદીપ સરવૈયાના આજથી ચાર વર્ષ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવતી સાથે પરિચિય થયો હતો.

અસામ ખાતે રહેતી દીપિકા માન્ડલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યાર બાદ બનેના ચાર વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા. તેમને સંતાનમાં એક બાળક છે. સંદીપભાઈ પોતાના પરિવાર સાથે વરાછા વિસ્તારની પરિમલ સોસાયટીમાં રહે છે.સંદીપ ભાઈનો સાળો દિપોકર અસામથી સુરત ખાતે આવ્યો હતો. એક તેમના બનેવી અને બહેનની સાથે રહેતો હતો. તેવામાં દિપોકર અને દીપિકાને અસામ ખાતે જવાની જીદ પકડી હતી.તેવામાં રાત્રી ના સમયે બને ભાઈ બહેન આસામ જવા માટે નીકળ્યા હતા.

તેવામાં તેમના સાસુ  વિમળા બેન સરવૈયા જાગી જતા તેમને બુમાબુમ કરતા વિમળા બેનનું મોં દબાવી રાખ્યું અને ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યાની જાણ ઘરના મોભી જીણા ભાઈ ને થતા તેમણે તેના પુત્ર સંદીપને ફોન કરી જાણ કરી હતી. સંદીપે તાત્કાલિક રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો. જ્યાં આ બને ભાઈ બહેન મળી આવ્યા હતા. ત્યાંથી તેમને પકડી પાડી વરાછા પોલીસે બને ભાઈ બહેન વિરુદ્ધ હત્યા નો ગુનો નોંધી અટકાયત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!