Gujarat

સુરત શહેર બાદ ફરી પરીવારની સામે જ ઈસમોએ યુવકને ચાકુના ઘા મારી નિદર્યતાથી હત્યા કરી…

હાલમાં દરેક જગ્યાએ હત્યાના કેસના બનાવો બની રહ્યા છે,ત્યારે ખરેખર આ ઘટનાઓ ગુજરાત માટે ખૂબ જ ગંભીર છે. એક તરફ સુરત જેવા જાહેર સ્થળમાં યુવતીનું ગળું કાપી નાખવામાં આવ્યું છે, ત્યારે આવી જ દુઃખ ઘટના રાંદેરના જીલ્લાની બ્રિજ પર યુવકની હત્યા કરવામાં આવી છે. ત્યારે ખરેખર આ ઘટનાં પણ ચોંકાવી દેનાર છે. મોપેડ પર પરિવારને લઈને નીકળેલા જુનેદ પઠાણની પીઠમાં ચપ્પાના ઉપરાઉપરી ઘા ઝીંકીને પરિવાર સામે જ હત્યા કરતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયું હતું.

દિવ્યભાસ્કરનાં અહેવાલો મુજબ જાણવા મળ્યું હતું કે,37 વર્ષના જુનેદ ગફુરખામ પઠાણ ની જુનેદ રાંદેર મોટી મસ્જિદ પાસેથી મોપેડ પર સવાર થઈ શાહપોર વાડ જવા નીકળ્યો હતો.જીલાની બ્રિજ પર જ અજાણ્યા કાર ચાલકે જુનેદની મોપેડને પાછળથી ટક્કર મારતા આખું પરિવાર રોડ ઉપર પડી ગયું હતું. જેનો લાભ લઇ કારમાં આવેલા હુમલાખોરોએ જુનેદ પર તૂટી પડ્યા હતા. માસૂમ બાળકો અને પત્નીની નજર સામે જુનેદને ઘા મારી પીઠમાંથી ઘુસાડેલું ચપ્પુ છાતીમાંથી બહાર કાઢી શરીરમાં જ છોડીને જતા રહ્યા હતા.

રવિવારની રજા હોવાથી યુવક જુનેદ પઠાણ તેના પરિવારને લઈને બહાર નીકળ્યો હતો.યુવકને લોહીના ખાબોચીયામાં પાડી દઈને કારમાં આવેલા હત્યાના આરોપીઓ નાસી ગયાં હતાં.જીલ્લાની બ્રિજ પર પરિવારની સામે જ જુનેદની પીઠમાંથી છાતી સોંસરવું ચપ્પુ આરોપીઓએ કાઢ્યું હતું. બાદમાં યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે તબિબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના ખૂબ જ દુઃખદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!