Gujarat

માતા પિતાઓ ની ઉંઘ ઉડાડી દે તેવો કિસ્સો ! 14 વર્ષ ની દીકરીના ફોન મા પિતા….

સુરત શહેર માથી ફરી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે માતા પિતાઓ ની ઉંઘ ઉડાડી દે તેવો છે જેમા એક 14 વર્ષ ની કિશોરી ને એક ડીલીવરી બોયે પ્રેમ જાળ મા ફસાવી ને વિડીઓ અને ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ આચાર્યુ હતુ આ સમગ્ર ઘટના ની જાણ દિકરી ના પિતા ને થતા પિતા એ તાત્કાલીક પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવી હતી.

ઘટના અંગે જાણવા મળેલ વિગત અનુસાર સુરત શહેર ના એક ઈલેક્ટ્રીક વેપારી કે જે થોડા સમય પહેલા છુટાછેડા બાદ પોતાના માતા અને બે સંતાનો સાથે મુંબઈ થી સુરત શિફ્ટ થયા હતા. ત્યારે 14 વર્ષ ની દીકરી નો ફોન તેના પિતા ના હાથ મા આવ્યો હતો ત્યારે ફોન ની અંદર મેસેજ મા જે જોયુ તે જોઈ પિતા ના હોશ ઉડી ગયા હતા. દીકરી ના ફોન પિતા એ જોયુ કે મેસેજ મા બીભત્સ ફોટા અને વિડીઓ હતા આ ઉપરાંત આરોપી એ દીકરીને આપેલી ધમકી ના મેસજ હતા.

જ્યારે પિતા એ દિકરી ને કડક થઈ ને પુછયુ ત્યારે સમગ્ર હકીકત સામે આવી હતી અને દિકરી બ્લેકમેલીગ નો શિકાર બની હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ ઉપરાંત ઘટના મા જાણવા મળ્યુ હતુ કેે વેપારીની 14 વર્ષની દીકરી ડિલિવરી બોય તરીકે કામ કરતા ઉમંગ ઉર્ફે બોનીના સંપર્કમાં આવી હતી. ફરિયાદ અનુસાર, ઉમંગ છોકરીને બપોરના સમયે તેના ઘરે મળવા બોલાવતો હતો. બંને વચ્ચે નિકટતા વધતા ઉમંગે છોકરીને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો, અને અંગત પળોના વિડીયો તેમજ ફોટોગ્રાફ લઈ લીધા હતા.

ફોટા અને વિડીઓ ઉતારી લીધા બાદ બોની એ પોતાના સાચો ચહેરો દેખાડ્યો હતો અને 14 વર્ષ ની કિશોરી ને બ્લેકમેલીગ કરવા લાગ્યો હતો અને જોઈ કોઈ ને આ વાત જણાવશે તો ફોટો વિડીઓ વાયરલ કરી દેશે તેવી ધમકી આપવા લાગ્યો હતો અને ત્યાર બાદ અવારનવાર કિશોરી ને બ્લેકમેઈલ કરીને તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધતો હતો.  આ દરમ્યાન મા ઉમંગે પોતાના બે મિત્રો ને આ ફોટો અને વિડીઓ મોકલી દીધા હતા.

સમાજ મા બદનામી ના ડર થી આ કિશોરી ઉમંગ ના અત્યાચાર ને સહન કરતી રહી હતી અને ઘરે પણ ડર ને કારણે વાત નહોતી કરી ત્યારે કિશોરી ના પિતા ના હાથ મા દીકરી નો મોબાઈલ આવતા સમગ્ર હકિકત સામે આવી હતી અને દિકરી ના પિતા એ આ મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે 20 વર્ષીય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!