સુરત ની પરિણીત મહીલા સાથે યુવકે ઓનલાઇન દોસ્તી કરી પછી અનેક હોટેલ મા સંબંધ મા બાંધ્યા બાદ યુવક કે જે કર્યુ એ જાણી હચમચી જશો..
લગ્નેતર સંબંધમાં જ્યારે ત્રીજા વ્યક્તિનું આગમન થાય ત્યારે એક નહીં પણ અનેક જીવન બરબાદ થઈ જાય છે. હાલમાં જ સુરત શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, આ ઘટના દરેક મહિલાઓ માટે ચેતવણીરૂપ સમાન છે. આ ઘટના અંગે વિસ્તુત માહિતી આપીએ. વાત જાણે એમ છે કે, સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી પરિણીતાને સોશિયલ મીડિયા પર મળેલાં યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો.
સોશિયલ મીડિયા દ્વારા થયેલ પ્રેમ થકી અનેક ચોંકાવનાર અને ઘાતકી બનાવો સામે આવતા હોય છે, ત્યારે વધુ એક આવી ઘટના સ્ત્રી સાથે બની.અડાજણના રહેવાસી યુવકે પરિણીતાને પોતાની પ્રેમજાળમાં ફસાવીલગ્ન કરવાનું વચન આપ્યું હતું. દરેક યુવકોની જેમ આ યુવકે પણ પરિણીતાની સાથે સુરત ઉપરાંત સાપુતારા, અમદાવાદ, નવસારીની હોટેલોમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા.
હદ ત્યાં સુધી વટાવી લીધી કે, યુવકે મંદિરમાં લગ્ન કરીને કહ્યું કે આજથી તું મારી પત્ની છે. બસ પછી તો મહિલા એ પોતાના પતિ સાથે છુટાછેડા લઈ લીધા અને પોતાની પુત્રીનો કબજો પણ પતિને સોંપી દીધો હતો. આ ઉપરાંત નોકરી પણ છોડી દીધી હતી.આ ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે યુવકના લગ્ન અન્ય યુવતી સાથે નક્કી થઈ ગયા.
આ ઘટનનાની જાણ થતાં પરિણીતાએ યુવક સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ મહિલા વિશે અંગત વાત જાણીએ તો મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ અને 29 વર્ષીય પરિણીતાએ વર્ષ 2011માં પ્રેમ લગ્ન કર્યાં હતા. અને પ્રેમલગ્ન બાદ તેને એક પુત્રીનો પણ જન્મ થયો હતો. પુત્રીના જન્મ બાદ પતિએ ત્રાસ આપતા પુત્રીને લઈ રિસાઈને પોતાના પિયર ચાલી ગઈ હતી અને વર્ષ 2019માં સોશિયલ મીડિયા થી અડાજણ ખાતે રહેતાં ચિરાગ પટેલ નામના યુવાન સાથે થયો હતો.
ચિરાગે પ્રેમમાં ફસાવીને લગ્નનું વચન આપી વારંવાર શારિરીક સંબંધ બાંધ્યા અને પરિણીતા પાસેથી પૈસા પડાવી લેતો હતો. પરિણીતાએ પોતાની બચતના 90 હજાર રૂપિયા ચિરાગને આપી દીધા હતા. એક સમયે ચિરાગે પૈસા પરત આપવાના નામે મહિલાને અડાજણ ખાતેના પોતાના ઘરે બોલાવી હતી અને અહીં તેના પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. અને પોતાના મોબાઈલમાં અશ્લીલ વિડીયો ઉતારી લીધા હતા.
