સુરત જેવી ઘટના રાજકોટ મા થતી થતી રહી ગય ! યુવકે છરી થી હુમલો કરતા યુવતી નાક અને વાળ કપાયા..
ગ્રીષ્માનો દેહ આજ પંચમહાભૂતોમાં વિલિન થઈ ગયો છે, ત્યારે ફરી એક વખત રાજકોટ શહેરમાં પણ ગ્રીષ્મા સાથે બનેલી ઘટના બનતા રહી ગઈ છે. ખરેખર આજે માણસ એટલી હદે પહોંચી ગયો છે કે, કોઈનો જીવ લેતા પણ અચકાતો નથી અને ખુદના જીવનને પણ જોખમમાં મૂકે છે. સુરતમાં બનેલી હત્યા જેવી જ ઘટના આજ રોજ રાજકોટ શહેરમાં બનતા બનતા રહી ગઇ ત્યારે ચાલો અમે આપને આ ઘટના વિશે વધુ માહિતી આપીએ.
ધોરાજીમાં પણ પ્રેમીએ મહિલા પણ છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હોવાની ઘટના સામે આવી છે. આ મહિલા પર પ્રેમી દ્વારા હુમલો કરી વાળ અને નાક કાપી છરી વડે હત્યાની કોશિશ કરવામાં આવી છે. પ્રેમી પેટના ભાગે છરીનો ઘા ઝીંકે એ રોકવા મહિલાએ પ્રતિકાર કર્યો તો બંને હાથમાં છરીના ઘા માર્યા અને હુમલો કર્યા બાદ પ્રેમી નાસી છૂટ્યો હતો અને મહિલાને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ ઘટના વિશે વધુ જાણીએ તો દિવ્ય ભાસ્કરનાં અહેવાલો મુજબ ધોરાજીના આંબાવાડી કોલોનીમાં રહેતી 25 વર્ષીય ફરજાનાબેન ઉર્ફે હજુ સીતારભાઈ માલવિયા નામની મહિલા પર ગઇકાલે મૂળ આટકોટના અને હાલ રાજકોટ રહેતા સુલતાન ઉર્ફે ટીપુ જનમામદભાઈ જુણેજા નામના પ્રેમીએ હુમલો કર્યો હતો. પતિ સાથે છૂટાછેડા લઇ મહિલા એક વર્ષ પહેલાં પ્રેમી સુલતાન સાથે રાજકોટ રહેતી હતી. બાદમાં ફરજાના ધોરાજી પોતાના માતાના ઘરે પરત જતી રહી હતી. સુલતાને ફરજાનાને પરત રાજકોટ આવી જવા દબાણ કર્યું હતું, પરંતુ ફરજાના પરત ન આવતાં સુલતાન અને તેના મિત્રએ ધોરાજી જઈ છરીથી હુમલો કર્યો હતો
આરોપીએ હાથ પકડી રાખ્યા અને સુલતાને નાક કાપી નાખ્યું, સુલતાને કહ્યું હતું કે તું નાક નહીં કાપવા દે તો તારા બે હાથ કાપી નાખીશ. બાદમાં પેટના ભાગે છરીના બે ઘા ઝીંકી દીધા હતા. હાથમાં પણ છરીથી હુમલો કર્યો હતો. મારી બહેન સાથે સુલતાને બળજબરીથી લગ્ન કર્યા હતા. સુલતાન બહુ હેરાન કરતો હોવાથી મારી બહેન અમારા ઘરે આવી ગઈ હતી. સુલતાને મારી બહેનના ગર્ભમાં રહેલું બાળક પણ પડાવી નાખ્યું હતું.હાલમાં તો જોવાનું રહ્યું કે, આ ઘટનાને લઈને આગળ પોલીસ શું કાર્યવાહી કરે છે.