Viral video

સુરત: યુવકે પેટ્રોલ પુરાવી નકલી 500 ની નોટ આપી અને પંપ કર્મચારીએ ન સ્વિકારતા જુવો કેવુ કર્યુ…

સુરત શહેર જાણે ગુન્હાઓની નગરી બની ગઇ હોય એવું લાગી રહ્યું છે. સુરત શહેમા દિવસે ને દિવસે અનેક પ્રકારના ગુન્હાઓ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં ધોળે દિવસે જ સુર યુવકે પેટ્રોલ પુરાવી નકલી 500 ની નોટ આપી અને પંપ કર્મચારીએ ન સ્વિકારતા યુવકે પેટ્રોલપંપના કર્મચારી સાથે જે કર્યું એ ખૂબ જ ચોંકાવી દેનાર ઘટના છે. આ ઘટના વિશે અમે આપને સંપૂર્ણ બાબત જણાવીએ કે, કંઈ રીતે યુવકે કર્મચારી સાથે વ્યવહાર કર્યો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ શકશો કે, કંઈ રીતે યુવકે પેટ્રોલ પંપનાં કર્મચારી ને થપ્પડ મારે છે. આ ઘટના પાછળનું કારણ જાણવા મળ્યું છે કે, યુવકે પેટ્રોલ પુરાવ્યા પછી કર્મચારીએ નકલી નોટ આપી હતી અને કર્મચારીએ ઓળખતા જ નકલી નોટો પરત આપી જેને લઈને નકલી નોટ આપનાર અસામાજિક તત્વ એટલી હદે ઉશ્કેરાઈ ગયો હતો.આ કર્મચારીને પોતાના સાગરિતો સાથે મળી ને ઢોર માર માર્યો હતો.

આ સમગ્ર મારામારીની ઘટના સીસીટીવી માં કેદ થતા હવે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો છે.આ ઘટના. સુરતના પાંડેસરા વિસ્તારના રસ્તા પર આવેલા પેટ્રોલપંપ એ બની છે.ક વ્યક્તિ પોતાનું વાહન લઈ પેટ્રોલ પુરાવા પહોંચ્યો હતો, જોકે વાહનચાલકે 500 રૂપિયા પેટ્રોલ પંપના કર્મચારીને આપ્યા હતા, કર્મચારીએ 500ની નોટ પોતાની સાથે જ લેતા તે નકલી અથવા તો ખોટી હોવાનું જણાતા આ વ્યક્તિને પરત કરી હતી.

ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે. ધોળા દિવસે સુરત શહેરમાં અસામાજિક તત્વો દ્વારા આવી દાદાગીરી થઈ રહી છે, ત્યારે સુરત પોલીશ ચૂપ બેસી રહે તો કેમ ચાલે!આવી ઘટના માત્ર પહેલીવાર નથી બની પરતું અવારનવાર સુરત શહેરમાં ધોળા દિવસે ગુન્હાખોરીઓ થઈ રહી છે. ત્યારે ખરેખએ યોગ્ય પગલાં લેવા જરૂરી છે. એક તરફ શહેર ભારતનું સૌથી સ્વસ્થ અને સ્માર્ટ બની રહ્યું છે, ત્યારે ગુન્હાઓ પણ એટલા જ વધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!