સુરતના પટેલ પરીવારના દીકરા નુ હૃદય આજે પણ યુક્રેન મા રહેતી યુવતિ ના શરીર મા ધબકે છે ! સમગ્ર ઘટના જાણશો તો આંખ મા…
સુરત શહર અંગદાનમાં હંમેશા મોખરે રહેલું છે, અનેક લોકો દ્વારા કરવામાં આવે અંગ દાન થકી લોકોને નવજીવનની ભેટ મળી છે.ખરેખડ આ ઘટના ખૂબ જ હદયસ્પર્શી છે. કહેવાય છે ને અંગ દાન પચીએ મૃતક વ્યક્તિ સદાય લોકોની વચ્ચે જીવંત રૂપ સાબિત થયેલ છે. આજે આપણે એક એવા યુવાનની વાત કરીશું જે આ દુનિયમાં નથી પરંતુ તેમુ હૈજ યુક્રેનમાં ધબકે છે. આવા તો અસંખ્ય લોકો હશે જે બીજાના અંગો દ્વારા જીવિત હશે.

ખરેખર આ ખૂબ જ સરહાનીય વાત છે કે, સુરત ના પાટીદાર યુવક નુ હૃદય યુક્રેન મા ધબકી રહ્યું છે. ખરેખર અને તમને જાણીને નવાઈ લાગશે કે, જે વ્યક્તિને આ હ્દય મળ્યું હતું તે યુવતી તેના માતા પિતાને યુક્રેન બોલાવીને તેમને અઢળક પ્રેમ આપેલ. આ સરહાની કામગીરી બદલ યુવતી નાં વખાણ કરી રહ્યા હતા. ખરેખર આ ઘટના ખૂબ જ પ્રેરણા દાયી હતી. આ ઘટના અંગે વિગતવાર માહીતી મેળવીએ. કંઈ રીતે આ યુવતીએ યુવાનના માતા પિતાનો આભાર વ્યક્ત કરેલ.

ભૂતકાળના સમયમાં નજર કરીએ તો, આ વાત છે વર્ષ 2017 ની,જ્યારે કામરેજના વિસ્તારના પાટીદાર સમાજના રવિ ઠાકારશીભાઈ દેવાણીનું એપ્રીલ 2017માં એક્સિડન્ટ થયુ હતું અને આ ઘટના બાદ બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.તેમના પરિવારનાં લોકો એ એક સરહાનીય કાર્ય કર્યું હતું અને તેમના દીકરાનાં અંગો દાન કરેલ અને એક સદકાર્ય કર્યું, જેના થી બીજા અન્ય વ્યક્તિઓ ને નવજીવન મળ્યું.

યુવાન નાં હદયનું કરેલું દાન થકી આજે એ હદય યુક્રેનમાં ધબકે છે. ઘટના એવી બની હતી કે, યુવક નું હ્દય87 મિનિટમાં સુરતથી મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી યુક્રેનની નતાલીયા ઓમેલચુકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.આ યુવતી જ્યારે સ્વસ્થ થઈ ગઈ ત્યારે તેને નતાલિયાએ રવિના માતાપિતાને યુક્રેનનો પ્રવાસે બોલાવ્યા હતા તેમજ દીકરાના હ્રદય સાથે જીવતી નતાલીયાને મળીને રવિના માતા પિતાની આંખોમાં હર્ષ સાથે ગર્વના આંસુઓ સરી પડ્યાં હતાં. વિચાર કરો એક માતા પિતા માટે એ ક્ષણ કેવી હશે જ્યારે તેઓ આ યુવતી ને મળ્યા હશે.

યુવતી તેમનું આદર સત્કાર અને સન્માન કરવાની સાથે સાથે યુક્રેનનો પ્રવાસ કરાવ્યો હતો. દીકરાના હ્રદયનું દાન કરીને બીજાના જીવનમાં ખુશીઓ પાથર્યાનો અહેસાસ કર્યો હતો. ખરેખર આ ઘટના ખૂબ જ પ્રેરણા દાયક છે. આજના સમયમાં સુરત એક એવું શહેર છે જેમે અંગ દાન થકી અનેક જીવોને નવું જીવન ભેટમાં આપ્યું છે. ત્યારે આજે એક વાત સત્ય છે.

માતા પિતા તેમનો દીકરો ભલે ગુમાવ્યો પરતું તેનું હ્દય આજે એક યુવતી માં ધબકે છે, ત્યારે તેમના દીકરાનો અહેસાસ થશે અને ખરેખર યુવતીનાં કાર્ય ને વખાણવવા લાયક છે. યુવકના શરીરના અન્ય અંગો જેમકે, કિડની, લિવર, પેન્ક્રીયાસ અને ચક્ષુ અન્યને દાન કરેલ. આ ઘટના થી એ તો જાણવા મળે છે કે અંગ દાન થકી તમારા સ્વજનોની યાદ તમારી સમક્ષ રહે છે.
