સુરત ક્રાઇમ બ્રાંચનુ દિલધડક ઓપરેશન ! ખતરનાક ચિખલી ગેંગના સભ્યોને ફીલ્મી સ્ટાઇલમા દબોચી લીધા….જુવો વિડીઓ
હાલ ગુજરાતના અને જિલ્લાઓમાં ગુનેગારો વિરોધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગઇકાલે જ દ્વારકા જિલ્લાના બિચ્છુ ગેંગના સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી અને ગુજસીટોક અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે ફરી આજે સુરત ચીખલી ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જેનો હાલ વિડીઓ સોસયલ મિડીઆ પર વાયરલ થય રહ્યો છે.
ગુજરાત ના અનેક મોટા શહેરો મા અલગ અલગ નામની ગેંગો બનેલી છે જ્યારે સુરત શહેર મા પણ ચીખલી ગેંગ નો આંતક ઘણો જોવા મળે છે અને ચીખલી ગેંગે અનેક વખત પોલીસ ને પણ ચકમો દઈને ભાગી જવા મા સફળ થતી હોય છે ત્યારે આજે સુરત ક્રાઇમ બ્રાંચ ની ટીમ દ્વારા એક ઓપરેશન હાથ ધરવામા આવ્યુ હતુ.
સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમી ને આધારે બારડોલી નજીક આ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમા ચીખલી ગેંગના બે કુખ્યાત સાગરીતો ને ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ દ્વારા ઝડપી લેવાયા હતા. આ ઓપરેશન ને પાર પાડવા માટે ક્રાઇમ બ્રાંચ ની ટીમ દ્વારા વોચ ગોઠવવા મા આવી હતી જ્યાર બાદ જેમા ઈક્કો કાર મા આ સાગીરતો હતા પીલીસ તેને જોતા જ 12 જેટલા પોલીસકર્મી દ્વારા તેને પકડવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો.
આ દરમ્યાન પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા પોલીસે ધોડા પડે અટેક કર્યો હતો આમ છતા ચીખલી ગેંગ ના સભ્યો હાર માનવાનુ નામ નોતા લેતા અને કાર હંકારી મુકી હતી જ્યારે કાર આગળ જતા જેસીબી સાથે અથડાઈ હતી અને પોલીસે તેને દબોચીં લીધા હતા અને આ દરમિયાન ઘણા ફીલ્મી દૃશ્યો સર્જાયા હતા.
સુરત: ચોરી અને લૂંટને અંજામ આપતી ચીખલીકર ગેંગના સાગરીતોને પકડવા ક્રાઇમ બ્રાન્ચનું “દંડાવાળુ” ઓપરેશન સફળ pic.twitter.com/3DqUNjJQqn
— Watch Gujarat (@WatchGujarat) June 28, 2022
ક્રાઇમ બ્રાંચ ટીમ પહેલા થી જ ફુલ તૈયારી મા હતી રસ્તો બ્લોક કરવા માટે જે.સી.બી નો ઉપયોગ કરાયો હતો કારણે કે ચીખલી ગેંગ ના સભ્યો કાર લઈ ને ભાગવાનો પ્રયાસ કરશે તેવો અંદેશો હતો અને તેવુ જ બન્યુ ત્યારે પોલીસ આ બન્ને સાગરીતો ને ઝડપી લીધા હતા. જો ચીખલી ગેંગ ની વાત કરવામા આવે તો ગુજરાત સહીત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ મા આ ગેંગ નો આંતક છે જેમા ઘરફોટ અને ચોરી ના ગુનાઓ ને અંજામ આપે છે.