સુરત ની ધ્રુજાવી દે તેવી ઘટના ! હજીરા સાયણ હાઇવે રોડ એક કોથળા માથી ધડ અને માથું…
હાલ ના સમય મા અનેક ગુનાહિત પ્રવૃતિ બની રહી છે ખાસ કરીને સુરત મા ક્રાઈમ ના અનેક કિસ્સાઓ બને છે જેમા હવે હત્યા પણ અલગ અલગ રીતે કરવામા આવી રહી છે ત્યારે હાલ એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમા એક મહીલા ની ડેડ બોડી મળી આવી છે જેમા મહિલા નુ માથું ધડ થઈ અલગ હતુ.
ઘટના અંગે વિગતે વાત કરીએ તો સુરત શહેર ના હજીરા સાયણ હાઇવે રોડ પર આવેલા એક પાણી ભરેલા નાળામાંથી આશરે 25 વર્ષય મહિલાની ધડ અને માથુ અલગ કરેલી લાશ એક કોથળામાંથી મળી આવી હતી. આ ઘટના ની જાણ સ્થાનીક લોકો ને થતા પોલીસ ને જાણ કરાતા સુરતના જાહનગીપુરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા હત્યાનો ગુનો નોંધીને હત્યારાની શોધ કરી રહી છે.
ઘટના અંગે વધુ મા જાણવા મળ્યુ હતુ કે મહિલા ની ઉમર આશરે 25-30 વર્ષ હતી. મહિલાએ કાનમાં નાની કડીઓ, નાકમાં કડી, પગમાં સાંકળા પહેર્યા છે. ડાબા હાથે 2 સ્ટાર છુંદાવેલા છે. અને જમણા હાથમાં ચાંદીની વીંટી પર્પલ કલરના નંગ વળી પહેરેલી છે. સલવાર કમીઝ સફેદ ચેક્સવાળુ પહેર્યું છે. મહિલાની કોઈ ઓળખ થઈ શકી નથી. મહિલાની નિર્મમ હત્યા કરેલી લાશ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.
ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરતા જાણવા મળ્યું હતું કે, મહિલાનું મોત 3 થી 5 દિવસ પહેલા થયું છે. અને મહિલાનું મોત સંભવત: ઝેરી દવાને કારણે થયું હોય તેવું પ્રાથમિક તારણ છે. મહિલાનું માથું તેના મોત બાદ કાપવામાં આવ્યું હોય તેવું લાગે છે. તેને પોયઝનીંગ બાબતે ડીએનએ કરવામાં આવ્યું છે તથા બીજા પણ નમુના લેવાયા છે.
