સુરત ની હૈયુ કંપાવે તેવી ઘટના ! 12 વર્ષ ના સગીર ની કરપીણ હત્યા કરનાર બીજુ કોઈ નહી પણ પોતાની જ…
જ્યાં જુઓ ત્યાં માત્ર હત્યાના બનાવો જ બને છે. હાલમાં જ એક એવો બનાવ બન્યો છે કે, 12 વર્ષના છોકરાની એક એવા કારણે કરપીણ હત્યા કરવામાં આવી કે જાણીને તમે પણ આશ્ચય પામી જશો અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે હત્યા કરનાર વ્યક્તિ બીજું કોઈ નહિ પણ છોકરાની પોતાની જ માસી હતી. શા માટે માસી એ પોતાના ભાણીયાને મોતને ઘાટ ઉતારવો પડ્યો તે અંગે વિગતવાર માહિતી જાણીએ.
મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના નાનપુરા ખંડેરાવપુરા વિસ્તારમાં સગી માસીએ 12 વર્ષના કિશોરની હત્યા કરી નાખી કારણ કે તેને પોતાની જ સગી બહેનના છોકરા પર માત્ર 200 રૂપિયાની ચોરીની શંકા ગઈ હતી. તપાસ દ્વારા જાણવા મળ્યું હતું કે, રેશ્માબીબી મોહમદ ઝુબેર શેખના 12 વર્ષિય પુત્ર સિરાઝુલને ગત રાત્રિના સમયે નાનપુરા ખંડેરાવપુરા ખાતે રહેતી માસી શહેઝાદી સલીમ અકબરશાએ દંડા વડે માર માર્યો હતો. જેના કારણે માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા થઇ હતી.
આ કારણે સગીર વયના સિરાઝુલનું મોત નિપજ્યું હતું. સિરાઝુલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે અઠવા પોલીસે મૃતકની માસી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સિરાઝુલને દંડા વડે માર મરાતા તેનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. શહેઝાદી ખંડેરાવ પુરાના એક મકાનમાં પહેલા માળે રહે છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રેશ્માબીબી રહે છે. હાલ આ મામલે વધુ તપાસ અઠવા પોલીસે કરી છે. મોડી રાત્રીએ શહેઝાદી સલીમ અકબરશાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટનાએ આખા વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. આટલી ક્રુરતાપૂર્વક કોઇ મહિલા બાળકની હત્યા કેવી રીતે કરી શકે તેવી ચર્ચા સમગ્ર વિસ્તારમાં ચાલી રહી હતી. હવે મહિલા પોલીસની ગીરફ્તમાં આવી ગઇ છે. હાલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કિસ્સો જાણીને સ્વાભાવિક મનમાં સવાલ થાય કે માત્ર 200 રૂપિયા માટે કોણ આવું કરે!