Gujarat

સુરતમા પરીવારની નજર સામે જ યુવકે યુવતીનુ ગળુ કાપી હત્યા કરી નાખી ! કાળુજુ કંપાવે તેવા દૃશયો સર્જાયા

હાલ ના સમય મા રાજય મા અનેક એવી ઘટના ઓ બની રહી છે જેના લીધે કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ હોય તેવુ લાગી રહ્યુ છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમા એક માથાભારે યુવકે એક યુવતીની જાહેરમા હત્યા કરી નાખી હતી. આ ઘટના દરમ્યાન યુવતી ના પરોવાર જનો અને અન્ય પણ અનેક લોકો ત્યા હાજર હોવા છતા યુવતી ના બચાવી શક્યા અને યુવતી નુ કરુણ મોત નિપજ્યું હતુ.

ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર સુરત ના કામરેજ પાસોદરા પાટીયા નજીક આ ઘટના બની હતી જેમા એક યુવકે યુવતીને ગળાના ભાગે ચપ્પુ ના ઘા મારી હત્યા કરી નાખી હતી આ ઘટના જાહેર મા બની હતી અને અનેક લોકો હાજર હતા અને યુવતી ના પરોવારજનો પણ ત્યા હાજર હતા. માથાભારે યુવકે યુવતી ના ભાઈ પર ચપ્પુ થી હમલો કર્યો હતો અને પરીવારના સભ્યો વધુ કાઈ સમજે એ પહેલા જ યુવતી ને યુવકે મોત ને ઘાટ ઉતારી હતી.

આ ઘટના મા જાણવા મળ્યુ હતુ કે છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટાબાપા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. જો કે યુવક લાજવાને બદલે ગાજ્યો હતો અને આજે યુવતીના ઘર બહાર પહોંચી જઇને હોબાળો કર્યો હતો. બાદ મા યુવતી પર હુમલો કર્યો હતો અને કહેવામા આવી રહ્યુ છે કે યુવક એક તફરી પ્રેમ મા હતો.

યુવતી કોલેજની વિદ્યાર્થીની છે છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામ ખાતે પાસોદરા પાટીયા પાસે આવેલ લક્ષ્મીધામ સોસાયટીમાં રેહતી હતી અને તેનુ નામ ગ્રીષ્મા નંદલાલ વૈકરિયા જાણવા મળી રહ્યુ છે. જયારે યુવક પણ એજ કોલેજ મા અભ્યાસ કરે છે અને યુવક નુ નામ ફેનીલ પંકજભાઈ ગોયાણી જાણવા મળ્યુ હતુ. આ ઘટના બાદ સોસિયલ મીડીયા પર આ ઘટના નો એક વિડીઓ પણ વાયરલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!