“મારે જીવવું નથી ” ભાઈને વિડીઓ કોલ મા કહ્યા બાદ ટ્રેન નીચે ઝંપલાવ્યુ છે અને માથુ ધડ થી અલગ…
હાલ ના કોરોના કાળ મા લોકો ની માનસિક રીતે ખુબ પરેશાન થય રહ્યા છે અને નાના કારણ મા આત્મહત્યા કરી લેતા હોય છે ત્યારે સુરત મા ફરી એક આત્મહત્યા ની ઘટના સામે આવી છે. જેમા સુરત ના એક સંચાના આરીગરે પોતાના પીતરાઈ ભાઈ ને વિડીઓ કોલ કર્યો અને બાદ માગરીબ રથ ટ્રેન નીચે ઝંપલાવતાં માથું ધડથી અલગ થયું હતુ આ દૃશયો જોઈ ને લોકોના રૂવાડાં પણ ઊભા થઇ ગયા હોવાનું નજરે જોનારે કહ્યું હતુ.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર સચ્ચિનાથ લક્ષ્મણ દાસ ત્રણ મહિના પહેલા જ હજારો કિલોમીટર ઓરિસ્સાથી વતનથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. જયારે પત્ની, બે બાળકો અને વિધવા માતાની તમામ જવાબદારી સચ્ચિનાથ પર હતી અને તેવો વતન મા રહેતા હતા. સચ્ચિનાથ ગરીબ રથ ટ્રેન નીચે ઝંપલાવતાં માથું ધડથી અલગ થયું અને કમકમાટીભર્યા મોત નીપજ્યું હતુ. એટલું જ નહીં પણ રેલવે ટ્રેક પરથી માથું ધડથી અલગ થઈ ગયેલી હાલતના દ્રશ્યો જોઈ લોકોના રૂવાડાં પણ ઊભા થઇ ગયા હતા.
આ ઘટના મા પોલીસ એ તપાસ હાથ ધરી હતી અને જેમા જાણવા મળ્યુ હતુ કે સચ્ચિનાથદાસ લક્ષ્મણદાસ હોવાનું અને સચિન તલગપુર રોડ પર રહેતો હોવાનું સામે આવ્યું હતું. અને મૃત્યુ પહેલા તેમના પિતરાઈ ભાઈ ને મૃતકે બેગ્લોર રહેતા ત્રિલોકન સાથે વીડિયો કોલિંગ કરી વાતચીતમાં કહ્યું હતું કે, મારે જીવવું નથી, બસ કંઈ સમજ પડે તે પહેલાં જ ફોન કપાઈ ગયો હોવાનું ત્રિલોકન સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું. જોકે આપઘાત પાછળનું કોઈ કારણ જાણી શકાયું ન હતું.
આ ઘટના મા દુખ ની વાત એ છે કે વતન મા રહેતા પત્ની અને વિધવા માતા પાસે મૃતદેહ વતન લઈ જમા માટે રુપીયા પણ ન હતા અને પોતાના દિકરા નુ છેલ્લી વાર મોઢુ જોવાનુ પણ નસીબ નહોતું જેના કારણે અંતિમ સંસ્કાર સુરત મા જ કરવામા આવ્યા હતા.