સુરતના રાજપુત યુવાન પ્રાણ ત્યજીને પણ અંગદાન થકી આપ્યું પાંચ વ્યક્તિઓને આપ્યું નવજીવન….
સુરત શહેર અંગ દાનમાં હંમેશા મોખરે રહે છે. હાલમાં જ હિંદુ કારડીયા રાજપુત યુવાનનાં અંગ દાન થી અનેક વ્યક્તિને નવજીવનની ભેટ મળી. ખરેખર આ ખૂબ જ હદયસર્પશી ઘટના છે કારણે કે 36 વર્ષીય પૃથ્વીરાજસિંહ રાયસંગભાઈ ચૌહાણના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી પોતાના સ્વજનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરીને પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. ચાલો આ યુવાન વિશે વધુ માહિતગાર થઈએ અને જાણીએ કે કયા કારણોસર તેનું નિધન થયું એનાથી માહિતગાર થઈએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અવધૂત નગર, 203 હરી ક્રિષ્ન એપાર્ટમેન્ટ માં પરિવાર સાથે રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા પૃથ્વીરાજસિંહ તા. 15 જુનના રોજ પોતાના મિત્રો સાથે દાંડી ફરવા ગયા હતા, ત્યાંથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે દાંડી રોડ ઉપર સિલ્વર સ્ટોન વિલાની સામે મોટર સાયકલ સ્લિપ થઇ જતા તેને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી જેથી તેને કિરણ હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરેલ.
નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ થવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.તા.17 જુનના રોજ પૃથ્વીરાજસિંહને બ્રેનડેડ જાહેર કર્યો હતો. જેથી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલ પંચાલ સાથે રહી પૃથ્વીરાજસિંહના પરિવારજનોને અંગદાનનું મહત્ત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. તેમજ પૃથ્વીરાજસિંહના ભાઈ જગતસંગ જેઓ રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.
પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું કે બનવાકાળ જે ઘટના બનવાની હતી તે બની ગઈ છે. આજે અમારો ભાઈ બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોવાથી અંગદાનનું નક્કી કર્યું. ખાસ વાત એ કે પૃથ્વીરાજસિંહના પરિવારમાં તેના પિતા, પત્ની અને બે પુત્રો છે જેઓ ધોરણ 10 અને ધોરણ 8 માં અભ્યાસ કરે છે. ખરેખર આ ઘટના દુઃખ અને અતિ પ્રેરણાદાયી છે.