Gujarat

કપડવંજ તાલુકાના ઘડિયા ગામ ના જવાને વતન માટે જીવ આપ્યો! આવતીકાલે રાત્રે પાર્થિવદેહ

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક જવાનો દેશ માટે શહીદ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક જવાને દેશની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી છે. ત્યારે ખરેખર આ એક ખૂબ જ કરુણ દાયક ઘટના છે. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે આખરે કંઈ રીતે આ જવાન શહીદ થયેલ. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, કપડવંજ તાલુકાના ઘડિયા ગામમાં રહેતા બુધાભાઈ પરમારનાં બે સંતાનો પૈકી જે જયેષ્ઠ પુત્ર હિતેશ પરમાર જે 2011ના વર્ષમાં આર્મીમાં ભરતી થયા હતા અને તેમની પ્રથમ નોકરીનું સ્થળ જલંધર પંજાબ ખાતે આવ્યું હતું.

ભોમની રક્ષા કાજે સમગ્ર ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ તેઓ પોતાની ફરજ બજાવી ચૂક્યા છેએક મહિના પહેલાં જ આર્મી જવાન હિતેશ પરમારની પશ્ચિમ બંગાળથી સિક્કિમ ખાતે બદલી થઈ હતી. જ્યારે આર્મી જવાન હિતેશ પરમાર બે મહિના પૂર્વે માદરે વતન ઘડિયા ખાતે એક મહિના જેવી રજા ભોગવીને તેઓ ફરજ પર હાજર રહ્યા હતા. હિતેશભાઈ પરમારે બે દિવસ પૂર્વે તેમની ધર્મપત્ની સાજનબેન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને વાતચીતમાં ઘરના સભ્યોના ખબર-અંતર પૂછ્યા હતા.

કહેવાય છે ને કે દુઃખ દાયક ઘટના બની જાય એ ખબર ન પડે.
હિતેશભાઈ પરમારના ભાઈ સતીશ પરમારને સોમવારની મોડી સાંજે આર્મી જવાન હિતેશ પરમારના અધિકારીનો ફોન આવ્યો હતો અને ફોનમાં તેમણે હિતેશ પરમારનું નિધન થયું છે આવતીકાલે રાત્રે 9 વાગે અમદાવાદ ખાતે પાર્થિવદેહ આવશે.લખતર તાલુકાના દેવળિયા ગામના વતની અને સુરેન્દ્રનગર બી ડિવિઝનમાં ફરજ બજાવતા 52 વર્ષના દલસુખભાઈ ફૂલભાઈ મહેરિયા ફરજ પર હતા.

ત્યારે છાતીમાં દુખાવો થયો હતો. તેમને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન અવસાન થયું હતું.લખતર પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી.ખરેખર દેશની રક્ષા ખાતે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર જવાનની આત્માને શાંતી મળે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!