Gujarat

પારીવારીક એક્તા ની મસાલ છે સુરતનો સોલંકી પરિવાર ! પરીવાર મા 81 લોકો અને મત દેવા ગયા ત્યારે સૌકોઈ જોતું જ રહી ગયું….

સૂરત શહેર હંમેશા ચર્ચામાં રહ્યું છે. હાલમાં જ સુરત શહેરનો એક પરિવાર સૌ કોઈ માટે ચર્ચાનો વિષય બન્યો છે. આપણે જાણીએ છે કે, આજ રોજ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાનશાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગયું છે. સુરત શહેરમાં પણ સૌ સુરતવાસીઓ મનમૂકીને મતદાન કરેલું છે, ત્યારે સુરત શહેરનો સોલંકી પરિવાર સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો. અત્યાર સુધી તમે સંયુક્ત કુટુંબ ભાગ્યે જ જોયું હશે કે સાથે રહતા હોય.

સુરતનો સોલંકી પરિવાર સૌથી અલગ છે, કારણ કે આ પરિવારમાં 8-10 નહીં પૂરા 81 સભ્યો એકસાથે રહે છે. આ પરિવાર પ્રેમ, સંતુલન અને એકતાનું અદ્ભુત ઉદાહરણ છે. આ સોલંકી પરિવાર કામરેજમાં રહે છે. સૌ સાથે મળીને આજ રોજ મતદાન માટે આવ્યા હતા. કામરેજનો આ સોલંકી પરિવાર લોકોને સંદેશ આપે છે કે, ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લેવું કેટલું જરૂરી છે.

આ પરિવારમાં સૌથી વયસ્ક મતદાર શામજીભાઈ સોલંકી છે જેમની ઉંમર 82 વર્ષ છે, જ્યારે સૌથી નાના મતદારની ઉંમર 18 વર્ષ છે. પાર્થ અને વેદાંત નામના બે યુવક આ વર્ષે પ્રથમ વાર મતદાન કરવાના છે. આજરોજ નવાગામ ચૂંટણી મથક પર એકી સાથે પરિવારના 81 સભ્યોમાંથી 60 લોકોએ મતદાન કર્યું હતું.

વર્ષ 1985માં છ ભાઈઓમાંના એક લાલજી સોલંકી બોટાદથી સુરત આવ્યા હતા. તેઓ કામરેજ વિસ્તારમાં રહ્યા હતા. તેઓ પોતાના ભાઈઓ સાથે મળીને ખેતીવાડીને લગતા સાધનો બનાવતા હતા. સમયની સાથે પરિવાર મોટો થયો. અત્યારે પરિવારમાં કુલ 96 સભ્યો છે, પરંતુ 15 ગામમાં રહે છે જ્યારે 81 કામરેજ રહે છે.

પરિવાર દ્વારા મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવે છે અને ખેતીવાડીને લગતા સાધનોનું ઉત્પાદન થાય છે તેમજ જ્યોતિ નામની એક બ્રાન્ડ પણ વિકસાવી છે. પરિવારના દરેક સભ્યો સાથે મળીને જ વ્યવસાય ચલાવે છે. સોલંકી પરિવાર જે ઘરમાં રહે છે ત્યાં એક મોટો હોલ છે. કોઈ પણ પ્રસંગ હોય ત્યારે આખો પરિવાર ત્યાં ભેગો થાય છે. સોલંકી પરિવારે માત્ર સંપનો નહિ મતદાન કરવાનો સંદેશ લોકોને આપ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!