Gujarat

ગ્રીષ્મા હત્યા કેસ : ફેનીલ ગોયાણીએ કોર્ટ મા જ જજ ને એવુ કહી દીધુ કે હાજર સૌ કોઈ ચોંકી ગયા

આપણે જાણીએ છે કે, ગ્રીષ્મા હત્યાનાં બનાવને મહિનાઓ વીતી ગયા છતાં પણ હજુ સુધી તેનું કોઈ નિવારણ નથી મળ્યું. ત્યારે હાલમાં જ્યારે કેસની સુનવાઈ ચાલુ છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું હતું કે, ફેનીલ ગોહિલ એ લાડુ ખાવાની ઈચ્છા વ્યકય કરી હતી. આ ઘટના બાદ ફરી એકવાર ફેનીલ એ જજ સમક્ષ ઈચ્છા વ્યકત કરી હતી અને આજ કારણ જજે જે ઉત્તર આપ્યો એ જાણી ને તમે આશ્ચય પામી જશો.

ખરેખર ફેનીલ ગોયાણી જે કર્યું એ જાહેરમાં કર્યું છતાં પણ કાયસેર રીતે તેગુનેગાર માનવો જ જોઈએ.કોર્ટમાંથી મળતી માહિતી મુજબ બચાવપક્ષ તરફે સીસીટીવી ફૂટેજને લઇને જુબાની લેવામાં આવી હતી. જેમાં એક ઓપરેટરની પણ જુબાની લેવાઇ હતી. બચાવપક્ષે આ ઓપરેટરને એક ફોટો બતાવીને તેમાંથી ગ્રીષ્માની મોપેડનો નંબર જણાવવા કહ્યું હતું. ત્યારે આપરેટરે ફોટો ઝૂમ કરીને ગ્રીષ્માની મોપેડનો નંબર જણાવવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જ્યારે બળાત્કારનો ગુનો બને છે તેમાં ખૂબ જ ઓછા સાક્ષીઓ હોય છે, તેવા સમયમાં બળાત્કારની ઘટનાની ટ્રાયલ ખુબ જ ઝડપથી પૂર્ણ થઇ જાય છે, પરંતુ હત્યા જેવા ગુનામાં પોલીસ તપાસ ઉપરાંત પોલીસે એકઠા કરેલા પુરાવાના આધારે સાક્ષીઓની જુબાની લેવી અને ઓછા સમયમાં કેસની ટ્રાયલ પૂર્ણ કરવી તે ખૂબ જ અઘરી બાબત છે, પરંતુ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં ગત તા. 28મી ફેબ્રુઆરીથી સુરતની કોર્ટમાં ટ્રાયલ શરૂ થઇ છે.
.
હાલમાં જ્યારે લાજપોર જેલમાંથી આરોપી ફેનિલને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટમાં ફેનિલે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વિમલ કે. વ્યાસને મળવા માટે જણાવ્યું હતું, ફેનિલની આ માંગણી સાંભળીને ડિસ્ટ્રિક્ટ જજ પણ ચોંકી ઉઠ્યા હતા. તેઓએ ખુલ્લી કોર્ટમાં આરોપી ફેનિલને કહ્યું કે, તમને એક આરોપી તરીકેના તમામ હકો આપવામાં આવશે, પરંતુ તમારી વીઆઇપી માંગણીઓ નહીં સંતોષાઇ, અગાઉ પણ તમે ખુલ્લી કોર્ટમાં લાડુ ખાવાની વાત કરી હતી.

જેમાં આજે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ અંદાજીત 10 જેટલા સાક્ષીઓની તપાસ્યા હતા. આ સાક્ષીઓમાં ફેનિલ જે કોલેજમાં અભ્યાસ કરતો હતો તેના આચાર્ય, ફેનિલનો એક મિત્ર, ફેનિલની ધરપકડ કરનાર પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ કબજે કર્યા તે સાક્ષીની પણ જુબાની લેવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 90 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. અઠવાડિયામાં આ કેસનો ચૂકાદો આવે તેવી પણ શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!